News of Saturday, 22nd August 2026
સોનામાં વધુ ૧૦૦૦-ચાંદીમાં ૩૦૦૦ નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૧,૬૬,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૪૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૨૨ : બુલીયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજી યથાવત રહી હતી. સોનામાં વધુ ૧૦૦૦ રૂા. અને ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં મોડી રાત્રે સોનામાં વધુ ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૬,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૬પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૬૬,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ૩ દિવસથી સોનામાં ૭,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ૩૦૦૦ રૂા. વધ્યા છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ભાવવધારો થતા ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૪પ,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૮,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા ૩ દિવસથી ચાંદીમાં ૧પ,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
