News of Saturday, 22nd August 2026
સ્કોટલેન્ડના સંસદ સભ્યએ કેરલમમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં લગ્ન કર્યા
સ્કોટલેન્ડના સાંસદ માર્ટિન ડેએ નીતિન ચંદ સાથે કેરલમના ગુરુવાયુર મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા

કોચી તા.૨૨: યુરોપના સ્કોટલેન્ડના સંસદસભ્ય માર્ટિન ડેએ કેરલમમાં રહેતાં નીતિન ચંદ સાથે ગુરુવાયુર મંદિરમાં લગ્ન કર્યાં હતાં. નીતિન મૂળ એર્નાકુલમ જિલ્લાના પીરવમ ગામની છે. તે ભણવા માટે ૨૦૦૮માં બ્રિટન ગઈ હતી અને એ પછી તે મેનેજમેન્ટ સ્ટડીઝનું ભણવા સ્કોટલેન્ડ ગઈ ત્યારે માર્ટિન સાથે પ્રેમમાં પડી હતી. માર્ટિન અને નીતિન ચંદે બ્રિટનમાં ઓલરેડી એક વાર લગ્ન કરી લીધાં હતાં, પરંતુ નીતિનની ઇચ્છા હતી કે તે દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર લગ્નની વિધિ કરાવે. જોકે એ પછી વિશ્વભરમાં કોરોના ફેલાયો એટલે લગ્ન ટળ્યાં. એ પછી બીજી વાર જ્યારે તે લગ્ન માટે કેરલમ આવી તો વરસાદને કારણે પૂર આવ્યું એટલે ફરી લગ્ન ન થઈ શક્યાં. આખરે ગઈ કાલે તે કેરલમ આવી હતી અને વર્ષો પહેલાંની ઇચ્છા પૂરી કરી હતી.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
