તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 22nd August 2026
હૈદરાબાદ : માત્ર એક એકર જમીન રૂા.૨૬૪ કરોડમાં
હૈદરાબાદના પ્રોપર્ટી બજારે ફરી એકવાર દેશને ચોંકાવી દીધુ

હૈદરાબાદ તા.૨૨: હૈદરાબાદના પ્રોપર્ટી બજારે ફરી એકવાર દેશને ચોંકાવી દીધુ છે. અહીં જમીનની કિમતોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. IT કોરિડોરની વચ્ચોવચ્ચ આવેલા રાયદુર્ગ વિસ્તારમાં સરકાર દ્વારા કરવામાં આવેલી હરાજીમાં માત્ર એક એકર જમીન રૂા.૨૬૪ કરોડ રૂપિયામાં વેચાઇ છે.આ આંકડાએ મે મહિનામાં બનેલા રૂા.૨૩૭ કરોડ પ્રતિ એકરના જૂના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.
તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) દ્વારા આયોજિત ઓનલાઈન હરાજી દરમિયાન આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. સરકારે રાયદુર્ગમાં મલ્ટીયૂઝ માટે ૫.૨૫ એકર જમીન વેચવા માટે બોલી લગાવી હતી. આ જમીનના વેચાણથી સરકારને કૂલ રૂા.૧,૩૮૬ કરોડની આવક થઈ, જે રાજ્યના ખજાનામાં નોંધપાત્ર વધારો થયો છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે આ જમીનની મહત્તમ કિમત રૂા.૧૭૫ કરોડ પ્રતિ એકર નક્કી કરવામાં આવી હતી પરંતુ જ્યારે મોટા મોટા બિલ્ડર અને કોર્પોરેટ કંપનીઓ વચ્ચે મુકાબલો શરૂ થયો તો બોલી સતત વધતી ગઇ હતી. અંતે જાણીતી MSN રિયલ્ટીએ સૌથી ઊંચી બોલી લગાવીને તેને ખરીદી લીધી હતી. આ જમીન પોતાની નક્કી કરવામાં આવેલી કિમત કરતા લગભગ ૫૧ ટકા વધુ ભાવ પર વેચાઇ છે.
રાયદુર્ગ વિસ્તારમાં જમીનના ભાવ ઝડપથી વધવાનું મુખ્ય કારણ અહીંનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ પ્લોટ હૈદરાબાદના નોલેજ સિટી અને હાઇટેક સિટીની પાસે છે. આ સમગ્ર ઝોનમાં માઇક્રોસોફટ અને ગૂગલ જેવી વિશ્વની મોટી મોટી ટેક કંપનીઓની ઓફિસ, મોટા મોલ અને લક્ઝરી હોટલ છે. મલ્ટીયૂઝ જમીન હોવાને કારણે હવે આ બહુમાળિય ત્વ્ પાર્ક, કોમર્શિયલ કોમ્પલેક્સ અથવા આલીશઆન પ્રીમિયમ બિલ્ડિંગ બનાવવામાં આવી શકે છે.
TGIICના અધિકારીઓ અનુસાર, આ ઐતિહાસિક ડિલ બતાવે છે કે તેલંગાણા સરકારનું વિકાસ મોડલ અને પારદર્શી નીતિઓ પર મોટા રોકાણકારોને કેટલો મોટો વિશ્વાસ છે. જોકે, રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આ રેકોર્ડ તોડ વેચાણની અસર હવે આસપાસના વિસ્તારો પર પડશે. આગામી દિવસોમાં ગચ્ચીબોવલી, કોકાપેટ, કોંડાપુર અને મિયાપુર જેવા વિસ્તારમાં જમીન, ફલેટ અને ભાડામાં તેજી જોવા મળી શકે છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
