News of Saturday, 22nd August 2026
મહિન્દ્રાનો માઇલસ્ટોન ધમાકો: ૪ લાખ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોનું વેચાણ કરીને ભારતીય ઓટો માર્કેટમાં રચ્યો નવો ઇતિહાસ
૯ અબજ કિલોમીટરની મુસાફરી સાથે આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરી ભારે ખુશી!

નવી દિલ્હી : જ્યારે પણ મહિન્દ્રા ગ્રુપનું નામ આવે છે, ત્યારે લોકો સામાન્ય રીતે થાર, સ્કોર્પિયો કે મોટા કમર્શિયલ ટ્રકની વાત કરતા હોય છે. પરંતુ ભારતના ગ્રીન ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક મૌન ક્રાંતિ સર્જાઈ રહી છે. મહિન્દ્રા ગ્રુપની પેટાકંપની 'મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી લિમિટેડ' એ દેશમાં ૪,૦૦૦,૦૦૦ (૪ લાખ) થી વધુ ઇલેક્ટ્રિક વાણિજ્યિક વાહનો વેચીને એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સર કર્યું છે. આ સિદ્ધિ મેળવનારી તે દેશની પ્રથમ વાહન ઉત્પાદક કંપની બની છે અને છેલ્લા ચાર વર્ષથી આ ક્ષેત્રે નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે.
આ વિશેષ અવસર પર કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા અને MD & CEO સુમન મિશ્રાનો એક રોમાંચક વીડિયો સામે આવ્યો છે. આનંદ મહિન્દ્રાએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, "ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ક્રાંતિનું પ્રથમ સફળ પગલું ખરેખર 'લાસ્ટ માઇલ મોબિલિટી' એટલે કે થ્રી-વ્હીલર અને નાના કમર્શિયલ વાહનો જ સાબિત થયા છે." તેમણે ઉમેર્યું કે ભારે વ્યવસાયિક ઉપયોગને કારણે પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીએ થ્રી-વ્હીલર્સ સૌથી પહેલા પોતાના ખર્ચની વસૂલાત પૂરી કરે છે, જેથી ઓપરેટરોને જાળવણી અને ઇંધણ ખર્ચમાં જંગી બચત થાય છે.
આ વાહનોએ અત્યાર સુધીમાં રસ્તા પર ૯ અબજથી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે. આટલી મોટી મુસાફરીથી પર્યાવરણને અંદાજે ૧,૮૫,૦૦૦ મેટ્રિક ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી છે, જે લગભગ ૮૩ લાખથી વધુ વૃક્ષો વાવવા બરાબર છે. આનંદ મહિન્દ્રાએ સ્પષ્ટ કર્યું કે, વેચાણના આંકડા કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ દરેક ઓટો ડ્રાઇવર અને નાના ઉદ્યોગસાહસિકની સફળતાની વાર્તા છે, જેઓ નફો કમાવાની સાથે દેશની હવાને સ્વચ્છ બનાવવામાં મદદ કરી રહ્યા છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
