હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળના રાજકારણમાં મોટો ધડાકો: TMC ના ૨૦ બળવાખોર સાંસદોના જૂથમાં નવો વળાંક: 'બહુજન NCPI' ને લઈને અટકળો ગરમ!
તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરીને NCPI માં જોડાયેલા સાંસદોનું ભવિષ્ય અધ્ધરતાલ: દલિતો, માતુઆ અને અલ્પસંખ્યકોને જોડવા રચાઈ નવી શાખા કે પક્ષમાં પડ્યા આંતરિક ફાટા?

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ૨૦ બળવાખોર લોકસભા સાંસદોને લઈને દિન-પ્રતિદિન નવો હાઇડ્રામા જોવા મળી રહ્યો છે. TMC થી અલગ થઈને 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' (NCPI) માં વિલીનીકરણની જાહેરાત કરનારા આ સાંસદોને હજુ સુધી સંસદમાં અલગ પક્ષ કે જૂથ તરીકે સત્તાવાર માન્યતા મળી નથી. આ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે NCPI ના નામે સોશિયલ મીડિયા પર 'બહુજન NCPI' શબ્દનો ઉપયોગ શરૂ થતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને અટકળોનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બળવાખોર જૂથના વરિષ્ઠ નેતા અને સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના પુત્ર વૈદ્યનાથ ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને પછાત વર્ગો માટે વિશેષ ઝુંબેશની જાહેરાત કરી. આ પોસ્ટમાં દલિત, મુસ્લિમ, આદિવાસી, ઓબીસી, માતુઆ અને નામશૂદ્ર સમુદાયના લોકોને 'બહુજન NCPI' માં જોડાવા માટે ખુલ્લું આહ્વાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાર્ટીના તમામ હોદ્દાઓ પર પછાત અને વંચિત વર્ગો માટે ૨૫ ટકા અનામત બેઠકો ફાળવવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જેનાથી પક્ષમાં આંતરિક વિભાજન થયું હોવાના સવાલો ઊભા થયા છે.
આ મુદ્દે ખુલાસો આપતાં સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સ્પષ્ટતા કરી છે કે NCPI માં કોઈ વિભાજન કે ફાટો પડ્યો નથી. તેમણે જણાવ્યું કે આ સોશિયલ મીડિયા સેલ દ્વારા લેવાયેલી એક પહેલ છે અને 'બહુજન NCPI' એ મૂળ પક્ષની જ એક સામાજિક વિંગ કે ટ્રસ્ટ તરીકે કામ કરશે, જે વંચિત વર્ગોને કમ્પ્યુટર શિક્ષણ અને સામાજિક મદદ પૂરી પાડશે. જોકે, સંસદમાં હજુ સુધી તૃણમૂલ કોંગ્રેસ તરીકે જ ઓળખાતા આ ૨૦ સાંસદો માટે જનતામાં મજબૂત આધાર બનાવવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેઓ હવે આ નવા બહુજન કાર્ડનો સહારા લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
