<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ન્યાયતંત્ર અને અર્થતંત્ર વચ્ચે અનોખો સમન્વય: CJI સૂર્યકાંતે આપ્યો 'ન્યાયા-નોમિક્સ' અને 'ન્યાય સેતુ'નો નવો મંત્ર!

૧૧મા BRICS+ લીગલ ફોરમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનું મોટું નિવેદન; કહ્યું—માત્ર કુદરતી સંસાધનો નહીં, પણ મજબૂત અને વિશ્વસનીય ન્યાયિક સંસ્થાઓ જ દેશના ટકાઉ આર્થિક વિકાસનો પાયો છે.

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે દેશના અને વૈશ્વિક અર્થતંત્રમાં ન્યાયતંત્રની ભૂમિકાને લઈને એક નવો જ પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત ૧૧મા BRICS+ લીગલ ફોરમને સંબોધતા તેમણે "ન્યાયા-નોમિક્સ" (Nyaya-nomics) અથવા ન્યાયના અર્થશાસ્ત્રનો સિદ્ધાંત આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ દેશનો ટકાઉ અને કાયમી આર્થિક વિકાસ માત્ર ભૌગોલિક સ્થિતિ કે કુદરતી સંસાધનોના બળે થઈ શકતો નથી, પરંતુ તેના માટે મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય ન્યાયિક સંસ્થાઓ હોવી અત્યંત જરૂરી છે.

 

CJI સૂર્યકાંતે ઉમેર્યું કે અદાલતોને માત્ર વિવાદો ઉકેલવાના કેન્દ્ર તરીકે જોવાની ગેરસમજ ન થવી જોઈએ. સતત યોગ્ય નિર્ણયો અને ન્યાય પ્રણાલી પરનો વિશ્વાસ વ્યવહાર ખર્ચ (Transaction Costs) ઘટાડે છે અને બજારના તમામ ખેલાડીઓ માટે એક સમાન રમતનું ક્ષેત્ર (Level Playing Field) તૈયાર કરે છે, જેનાથી સીધો આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો થાય છે.

 

૧૧ કાનૂની પરંપરાઓને જોડતો 'ન્યાય સેતુ'

 

 

BRICS+ રાષ્ટ્રોના કાનૂની સંગમ વચ્ચે સંબોધન કરતા મુખ્ય ન્યાયાધીશે "ન્યાય સેતુ" (ન્યાયનો પુલ) નો વિચાર વહેતો મૂક્યો હતો, જે વિવિધ ૧૧ દેશોની કાનૂની પરંપરાઓને એકતાના તાંતણે બાંધે છે. તેમણે ભાર મૂક્યો હતો કે સંસ્થાઓ એ કોઈ અર્થતંત્રનો વિકાસ થયા પછી ઊભું કરવામાં આવતું બાંધકામ નથી, પરંતુ તે મૂળ સ્થાપત્ય (Architecture) છે. જો આ ન્યાયિક સ્થાપત્યને જ હટાવી લેવામાં આવે તો ઉભરતું અર્થતંત્ર પ્રથમ વાવાઝોડામાં જ જમીનદોસ્ત થઈ જાય છે.

 

CJI સૂર્યકાંતના સંબોધનના મુખ્ય અંશો:


 

  • નવો મંત્ર: 'ન્યાયા-નોમિક્સ' (આર્થિક વિકાસ માટે ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ જરૂરી)

 

  • આંતરરાષ્ટ્રીય વિઝન: BRICS+ દેશોની ૧૧ કાનૂની પરંપરાઓને જોડતો 'ન્યાય સેતુ'

 

  • મુખ્ય સંદેશ: સંસાધનો કે ભૂગોળ નહીં, પરંતુ વિશ્વસનીય સંસ્થાઓ જ ટકાઉ સમૃદ્ધિની ગેરંટી છે

 

  • કાર્યક્રમ: ૧૧મું BRICS+ લીગલ ફોરમ, નવી દિલ્હી

 

(7:49 PM IST)