હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવામાં સાહસ કરતા પહેલાં સાવધાન! દેશમાં માત્ર ૬ એર સ્પોર્ટ્સ ઓપરેટરો પાસે જ સ્કાયડાઇવિંગ અને હોટ એર બલૂન સેવાઓ આપવાની અધિકૃત મંજૂરી: કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોકસભામાં આપી મહત્વની માહિતી; લાઇસન્સ વિના પ્રવાસીઓ સાથે જોખમ ખેડતા અનધિકૃત ઓપરેટરો સામે કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી.

નવી દિલ્હી : ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સ અને હવાઈ મનોરંજન પ્રવૃત્તિઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) દેશવાસીઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે સમગ્ર દેશમાં માત્ર ૬ એર સ્પોર્ટ્સ ઓપરેટરો પાસે જ હોટ એર બલૂન રાઇડ્સ, મોટર ગ્લાઇડિંગ અને સ્કાયડાઇવિંગ જેવી બિન-શિડ્યુલ્ડ પેસેન્જર અને હવાઈ પ્રવૃત્તિઓ કરાવવાની સત્તાવાર પરવાનગી અને લાયસન્સ છે.
લોકસભા સત્ર દરમિયાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી દ્વારા પૂછાયેલા સંસદીય પ્રશ્નનો જવાબ આપતાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજારપુએ આ અંગેની વિગતવાર માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં તમામ હવાઈ રમતગમત પ્રવૃત્તિઓનું સંચાલન 'રાષ્ટ્રીય હવાઈ રમતગમત માર્ગદર્શિકા, ૨૦૨૩' (NASG 2023) હેઠળ કરવામાં આવે છે. આ માળખું 'એર સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા' (ASFI) હેઠળ કાર્ય કરે છે અને દેશભરમાં ફ્લાઈટ પરવાનગી, લાઇસન્સિંગ અને મુસાફરોની સુરક્ષાના કડક ધોરણો નક્કી કરે છે.
મંત્રાલયના અહેવાલ મુજબ, પેસેન્જર હવાઈ પ્રવૃત્તિઓ માટે ત્રણ ઓપરેટરોને નોન-શેડ્યુલ્ડ ઓપરેટર પરમિટ આપવામાં આવી છે:
- ઈ-ફેક્ટર એડવેન્ચર ટુરિઝમ (૯ હોટ એર બલૂન)
- રાજાસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર (૨ હોટ એર બલૂન)
- આર્યન એવિએશન (૨ મોટર ગ્લાઈડર)
આ ઉપરાંત, સ્કાયડાઇવિંગ જેવી હવાઈ કામગીરી માટે અન્ય ત્રણ સંસ્થાઓને અધિકૃત કરવામાં આવી છે:
- ગ્લોબલ કનેક્ટ એવિએશન સર્વિસીસ (૨ P68C એરક્રાફ્ટ)
- ગો ફોર્થ એડવેન્ચર્સ (૧ સેસ્ના 182P એરક્રાફ્ટ)
- મેક્સેન એવિએશન (૧ GA-8 એરક્રાફ્ટ)
દેશમાં માત્ર ૧૭ વિમાનો અને બલૂન ધરાવતી આ ૬ માન્ય સંસ્થાઓ જ સત્તાવાર રીતે કાર્યરત છે. જોકે, દેશના ઘણા પ્રવાસી સ્થળોએ ડીજીસીએ (DGCA) ના સત્તાવાર પ્રમાણપત્ર વિના ડઝનબંધ અનધિકૃત એજન્સીઓ પેરાગ્લાઇડિંગ, જોયરાઇડ્સ અને પેરાસેલિંગ જેવી સેવાઓ ચલાવી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) સ્પષ્ટ કર્યું છે કે આવી અનધિકૃત પ્રવૃત્તિઓ સામે દંડ, લાઇસન્સ રદ કરવા અને ઓપરેશન બંધ કરવા સહિતના આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
