<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

‘ઇસ્‍લામિક નાટો'માં હવે ઈરાનની એન્‍ટ્રીની ચર્ચાઃ સાઉદી અરેબિયા-તુર્કી-પાકિસ્‍તાનના ‘મક્કા કરાર'માં જોડાવા તેહરાનને આમંત્રણ મળ્‍યાના અહેવાલ

મધ્‍ય પૂર્વના ઝડપથી બદલાતા વ્‍યૂહાત્‍મક સમીકરણો વચ્‍ચે ઈરાનને સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્‍તાનના સંયુક્‍ત સંરક્ષણ માળખામાં જોડાવાનું આમંત્રણ મળ્‍યાના અહેવાલો સામે આવ્‍યા છે. આ ત્રિપક્ષીય વ્‍યવસ્‍થાને કેટલાક અહેવાલોમાં ‘મક્કા સંયુક્‍ત સંરક્ષણ કરાર' તથા અનૌપચારિક રીતે ‘ઇસ્‍લામિક નાટો' તરીકે ઓળખાવવામાં આવી રહી છે. ઈરાની મીડિયા સાથે જોડાયેલા સૂત્રોના દાવા પ્રમાણે તેહરાનને તેમાં જોડાવા આમંત્રણ મળ્‍યું છે અને ઈરાન પ્રસ્‍તાવનો વિચાર કરી રહ્યું છે. જોકે તેને ઈરાનની સત્તાવાર સભ્‍યતા તરીકે ગણવી વહેલી થશે. ઈરાન જોડાય તો મધ્‍ય પૂર્વમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્‍ચેના સંબંધો ઉપરાંત પાકિસ્‍તાન તથા તુર્કી સાથેના સુરક્ષા સમીકરણોમાં મોટો ફેરફાર થઈ શકે છે.

(3:45 PM IST)