<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

‘ઓપરેશન સિંદૂર'માં તબાહ થયેલું જૈશનું બહાવલપુર મથક ફરી ઊભું: પાકિસ્‍તાનમાંથી કરોડોની મદદ મળ્‍યાના અહેવાલથી સુરક્ષા એજન્‍સીઓ સતર્ક

ભારતના ‘ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્‍તાનના બહાવલપુરમાં નિશાન બનાવવામાં આવેલ જૈશ-એ-મોહમ્‍મદનું મુખ્‍ય મથક આશરે ૧૫ મહિના બાદ ફરી તૈયાર કરવામાં આવ્‍યું હોવાના ગુપ્તચર અહેવાલો સામે આવ્‍યા છે.

અહેવાલો અનુસાર સંગઠનના બહાવલપુર સ્‍થિત મરકઝ સુભાનલ્‍લાહ સંકુલમાં પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું છે. કેટલાક સુરક્ષા સૂત્રોના દાવા પ્રમાણે પાકિસ્‍તાન સરકાર તરફથી કથિત રીતે લગભગ ૨૫ કરોડ રૂપિયાની રકમ હપ્તામાં ઉપલબ્‍ધ કરાવવામાં આવી હતી. પુનઃનિર્મિત પરિસર ફરી ભરતી અને સંગઠનની પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતું હોવાના પણ દાવા છે. જોકે પાકિસ્‍તાન સરકાર તરફથી આ આરોપોની સ્‍વતંત્ર સત્તાવાર પુષ્ટિ ઉપલબ્‍ધ નથી. ભારત માટે આ ઘટનાક્રમ સરહદપાર આતંકવાદ અને પાકિસ્‍તાન સ્‍થિત આતંકી માળખાં અંગે નવી સુરક્ષા ચિતા ઊભી કરે છે.

(3:45 PM IST)