News of Monday, 24th August 2026
ગિનીમાં વરસાદ બાદ કચરાનો પહાડ ધસી પડયોઃ રાજધાની કોનાક્રીમાં ઝૂંપડાં દટાતાં મૃત્યુઆંક ૩૦એ પહોંચ્યો, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

પશ્ચિમ આફ્રિકાના ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે વરસાદ બાદ કચરાના વિશાળ ઢગલાનો એક ભાગ ધસી પડતાં ઓછામાં ઓછા ૩૦ લોકોનાં મોત થયાં છે. ભારે વરસાદને કારણે કચરાનો પહાડ તૂટી પડ્યો અને તેની નજીક આવેલા ઝૂંપડાં તથા અસ્થાયી રહેઠાણો તેની નીચે દટાઈ ગયાં હતાં. સરકારે મૃત્યુઆંક ૩૦ હોવાની માહિતી આપી છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં બચાવ ટુકડીઓ દ્વારા કાટમાળ અને કચરામાં દટાયેલા લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહેવાલો મુજબ આ સ્થળ જોખમી હોવાની ચિંતા અગાઉથી વ્યક્ત કરવામાં આવી હતી અને તેને બંધ કરવાની પ્રક્રિયા અંગે પણ વિચારણા ચાલી રહી હતી. દુર્ઘટનાએ કચરા વ્યવસ્થાપન તથા ગીચ વસાહતોની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ફરી સામે લાવ્યો છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
