<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

મોસ્કો:ક્રેમલિનમાં જયશંકર-પુતિન મુલાકાત: પીએમ મોદીનો ખાસ સંદેશ સોંપાયો, ભારતની '3D ડિપ્લોમસી'ની વૈશ્વિક ચર્ચા

પશ્ચિમી દેશોના દબાણ અને વૈશ્વિક રાજકીય ઉથલપાથલ વચ્ચે રશિયા-ચીન-અમેરિકા વચ્ચે સંતુલન સાધીને રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખતી ભારતની માસ્ટરસ્ટ્રોક કૂટનીતિ

મોસ્કો:  વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉચ્ચ સ્તરીય મુલાકાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ સંદેશ સોંપ્યો છે. પશ્ચિમી દેશોના સતત દબાણ વચ્ચે થયેલી આ બેઠકે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ વાટાઘાટોમાં ચીન અને અમેરિકા સાથેના સંબંધોને સંતુલિત કરીને ભારતની "3D રાજદ્વારી વ્યૂહરચના"  નો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નવી દિલ્હીની વિદેશ નીતિ કોઈના દબાણમાં નહીં પરંતુ માત્ર પોતાના રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.

બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ, ઉર્જા સુરક્ષા અને ખાતરના અવિરત પુરવઠા અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ મન્ટુરોવ સાથેની ચર્ચાઓનો ઉલ્લેખ કરતાં, દ્વિપક્ષીય વેપારને વધુ વિસ્તૃત અને સંતુલિત કરવા માટેના વ્યૂહાત્મક પગલાંઓ પર સંમતિ સાધવામાં આવી છે. આ ઉપરાંત પરમાણુ ઊર્જા, કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-રશિયા ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ દોહરાવવામાં આવ્યો છે.

મુલાકાતનો સૌથી મહત્વપૂર્ણ પાસું વડાપ્રધાન મોદીનો અંગત સંદેશ હતો, જેમાં શાંઘાઈ સહકાર સંગઠન અને BRICS સમિટ દરમિયાન આગામી દ્વિપક્ષીય મુલાકાતોની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવી છે. પુતિને પીએમ મોદી સાથે વહેલી તકે મળવાની ઉત્સુકતા દર્શાવી હતી. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ગમે તેટલી સંવેદનશીલ હોય, પરંતુ ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી સમયની કસોટી પર ખરી ઊતરી છે અને તે સંપૂર્ણપણે સ્થિર છે.

(7:53 PM IST)