<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

"હું અત્યારે નિવૃત્ત નથી થઈ રહી": ફેસબુક લાઈવમાં મમતા બેનર્જીનો ધમાકો, ભાજપ સામે આરપારના જંગની જાહેરાત!

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખે રાજકારણમાંથી સંન્યાસ લેવાની અફવાઓ ફગાવી; કહ્યું- "જ્યાં સુધી ભાજપને રાજકીય અંધકારમાં ધકેલી ન દઉં ત્યાં સુધી જંપીશ નહીં"

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચાલી રહેલી ભારે ખેંચતાણ વચ્ચે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રમુખ મમતા બેનર્જીએ એક મોટું અને તીખું નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. સોમવારે સાંજે એક ફેસબુક લાઈવ (Facebook Live) સેશન દરમિયાન તેમણે પોતાની નિવૃત્તિ અંગે ચાલી રહેલી તમામ અફવાઓનો અંત આણ્યો હતો. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે તેઓ હાલ રાજકારણમાંથી કોઈ નિવૃત્તિ લઈ રહ્યા નથી અને તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.

 

રાજ્યમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ શંખનાદ કર્યો હતો કે, જ્યાં સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીને રાજકીય નેપથ્યમાં (અંધકારમાં) ધકેલી નહીં દે ત્યાં સુધી તેઓ આરામથી બેસશે નહીં.

 

NRC અને યોજનાઓ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકાર પર પ્રહાર

 

પોતાના લાઈવ સંદેશામાં મમતા બેનર્જીએ અન્નપૂર્ણા યોજના, NRC અને મતદાર યાદીમાં ગડબડ જેવા મુદ્દાઓ પર ભાજપ સરકાર સામે ગંભીર આરોપો મૂક્યા હતા. તેમણે બંગાળના લોકોના અધિકારો માટે લડત ચાલુ રાખવાની ખાતરી આપી હતી.

 

મમતા બેનર્જીના આ આક્રમક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારા દિવસોમાં બંગાળના રાજકારણમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો રાજકીય જંગ વધુ તીવ્ર અને રસપ્રદ બનશે.

(8:13 PM IST)