હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સુપરફાસ્ટ મોડમાં: થાણે અને પાલઘરના ડુંગરાળ ભૂ-પ્રદેશમાં એન્જિનિયરિંગનો અજૂબો, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી નવીનતમ ઝલક
શિલફાટાથી જરોલી ગામ સુધીના ૧૩૫.૪૫ કિમી લાંબા પડકારજનક રૂટ પર રોકેટ ગતિએ ચાલતું કામ: થાણે, વિરાર અને બોઈસરમાં આધુનિક સ્ટેશનો તૈયાર, પર્યાવરણના જતન સાથે પહાડો કોતરીને બની રહી છે ટનલો.

મુંબઈ : ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ ક્રાંતિ એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai Ahmedabad Bullet Train Project) હવે મહારાષ્ટ્રના ક્ષેત્રમાં અત્યંત ઝડપી અને રોમાંચક મોડમાં પ્રવેશ કરી ચૂક્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લાના અત્યંત પડકારજનક પણ મનોહર ભૂ-પ્રદેશમાંથી પસાર થઈ રહેલા આ ડ્રીમ પ્રોજેક્ટના બાંધકામની અદ્ભુત અને અદ્યતન ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ કામગીરી થાણે જિલ્લાના શિલફાટાથી શરુ થઈને મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર આવેલા જરોલી ગામ સુધીના ૧૩૫.૪૫ કિમી લાંબા એલિવેટેડ સેક્શનનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ માસ્ટરપીસ માનવામાં આવતા આ ૧૩૫.૪૫ કિમીના સેક્શનમાં ૧૨૪.૦૨૭ કિમી લંબાઈના વિશાળ વાયાડક્ટ અને નદીઓ-પહાડો પરથી પસાર થતા પુલોનો સમાવેશ થાય છે. આ હાઈ-સ્પીડ નેટવર્ક કુદરતી ભૂ-પ્રદેશો વચ્ચેથી પસાર થઈને સુરક્ષિત અને સુપરફાસ્ટ મુસાફરીનો અહેસાસ કરાવશે.
મુસાફરોની આધુનિક સુવિધા અને પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને થાણે, વિરાર અને બોઈસર ખાતે અત્યાધુનિક એલિવેટેડ સ્ટેશનોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. ખાસ કરીને થાણે સ્ટેશન પર્યાવરણની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી મેન્ગ્રોવ (મેન્ગ્રોવના જંગલો)નું જતન થાય તે માટે તેની ખાસ ડિઝાઇન તૈયાર કરાઈ છે, જેમાં સ્ટેશનનું કોન્કોર્સ લેવલ કુદરતી જમીનથી આશરે ૧૨ મીટર ઊંચું રખાયું છે.
બાંધકામને આખરી ઓપ આપવા માટે અત્યારે ૧૦૦ કિમીથી વધુ લંબાઈમાં પિયર્સનું કામ પ્રગતિ હેઠળ છે અને ૭૪ કિમીના પિયર્સ ગર્ડર લોન્ચિંગ માટે સજ્જ છે. સમગ્ર કામગીરીને વેગ આપવા ૯ કાસ્ટિંગ યાર્ડ અને ૭ ફુલ-સ્પાન લોન્ચિંગ ગેન્ટ્રી દિવસ-રાત કાર્યરત છે. આ સેક્શનમાં આવેલી ૭ પર્વતીય ટનલોમાંથી ૩ ટનલમાં સફળતાપૂર્વક બ્રેકથ્રૂ સ્થાપિત કરી લેવાયો છે અને હાલ તેમાં ડ્રેનેજ, વોટરપ્રૂફિંગ તથા લાઇનિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
