News of Wednesday, 26th August 2026
ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ ૧૫ નવજાત બાળકોના મોત
અકસ્માત AC કોમ્પ્રેસર વિસ્ફોટને કારણે થયો હતો

ઇસ્લામાબાદ. તા.૨૬: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ૨૬ ઓગસ્ટ, બુધવારે સવારે એક ભયંકર દુર્ઘટના બની. હોસ્પિટલમાં આગ લાગવાથી આશરે ૧૫ નવજાત બાળકોના મોત થયા.
આ ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) ના ગાયનેકોલોજી વોર્ડમાં બની. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની નર્સરીમાં એર-કન્ડિશનર (AC) કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી.
PIMS અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના સમયે નર્સરીમાં ૧૬ નવજાત બાળકો હતા, જેમાંથી ૧૫ મૃત્યુ પામ્યા. ફક્ત એક બાળક બચી ગયું.
આગની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગાયનેકોલોજી વોર્ડમાંથી નવજાત શિશુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ૧૬ બાળકોમાંથી ફક્ત એક જ બચી શક્યું હતું.
બચાવ અધિકારીઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગ ઓલવાઈ ગઈ છે અને ટીમો ઘટનાસ્થળે કૂલિગ કામગીરી કરી રહી છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
