<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ઓપરેશન સિંદૂરઃ પાકિસ્‍તાનના પરમાણુ ઠેકાણા પર ભારતનું એક ડ્રોન જઈને પડયું હતું

પૂર્વ CDS અનિલ ચૌહાણે ખોલ્‍યું ‘ઓપરેશન સિંદૂર'નું મોટું રહસ્‍યઃ પાકિસ્‍તાનના કિરાના હિલ્‍સમાંથી ધુમાડો નીકળતો હોવાના ફોટોએ ભારે હંગામો મચાવ્‍યો હતોઃ પાકિસ્‍તાની લોકો ગભરાઈ ગયા હતા

નવી દિલ્‍હી,તા.૨૬: ઓપરેશન સિદૂર દરમિયાન પાકિસ્‍તાનના કિરાના હિલ્‍સમાંથી ધુમાડો નીકળતો હોવાના ફોટોએ ભારે હંગામો મચાવ્‍યો હતો. પાકિસ્‍તાની લોકો ગભરાઈ ગયા હતા. તેનાથી અનેક સવાલો ઊભા થયા હતા કે શું ભારતે હુમલો કરી દીધો? હવે પૂર્વ CDS જનરલ અનિલ ચૌહાણે તેનું કારણ જણાવ્‍યું છે. તેમણે કહ્યું કે ભારતે કિરાના હિલ્‍સને નિશાન નહોતું બનાવ્‍યું. સરગોધાની આસપાસ પાકિસ્‍તાની રડાર શોધવા માટે મોકલવામાં આવેલા આત્‍મઘાતી ડ્રોનમાંથી એકની ઉડાન ક્ષમતા પૂરી થઈ ગયા બાદ તે પહાડી સાથે અથડાયું હોઈ શકે છે. કિરાના હિલ્‍સ સરગોધાથી લગભગ ૧૦ કિલોમીટર ઉત્તર તરફ છે.

 ઓપરેશન સિદૂર... આ પહલગામ હુમલાનો બદલો હતો. ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા માટે પાકિસ્‍તાનને જડબાતોડ જવાબ આપ્‍યો હતો. ઓપરેશન સિદૂરમાં માત્ર આતંકવાદી ઠેકાણાં જ નહીં, પરંતુ પાકિસ્‍તાની હવાઈ મથકો પણ તબાહ થયા હતા. બ્રહ્મોસ મિસાઇલોની ધડાધડ બોમ્‍બમારીથી પાકિસ્‍તાનમાં હાહાકાર મચી ગયો હતો. આતંકવાદીઓની કમર તૂટી ગઈ હતી. પાકિસ્‍તાની સેના લાચાર બની ગઈ હતી. પાકિસ્‍તાનીઓની હાલત તો ત્‍યારે વધુ ખરાબ થઈ ગઈ હતી, જ્‍યારે કિરાના હિલ્‍સમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્‍યો હતો. જી હા, પૂર્વ ઘ્‍ઝલ્‍ અનિલ ચૌહાણે કિરાના હિલ્‍સ પર હુમલાનું રહસ્‍ય ખોલ્‍યું છે. તેમના જણાવ્‍યા મુજબ, ઓપરેશન સિદૂર દરમિયાન પાકિસ્‍તાનના પરમાણુ ઠેકાણા પર ભારતનું એક ડ્રોન જઈને પડ્‍યું હતું.

હકીકતમાં, પૂર્વ CDS એટલે કે પ્રમુખ રક્ષા અધ્‍યક્ષ જનરલ અનિલ ચૌહાણે મંગળવારે ઓપરેશન સિદૂર અંગે લાંબી વાતચીત કરી હતી. તેમણે સ્‍પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ પાકિસ્‍તાનના કિરાના હિલ્‍સને નિશાન નહોતું બનાવ્‍યું. કિરાના હિલ્‍સ પાકિસ્‍તાનનું એક પરમાણુ મથક છે. તેમના જણાવ્‍યા મુજબ, ભારતે પાકિસ્‍તાનના સરગોધા તરફ અનેક આત્‍મઘાતી ડ્રોન મોકલ્‍યા હતા. તેમાંથી એક પોતાની ઉડાન ક્ષમતા ગુમાવ્‍યા બાદ નીચે પડ્‍યું અને એક પહાડી સાથે અથડાયું હોઈ શકે.

અનિલ ચૌહાણે કહ્યું કે, ‘એર માર્શલ ભારતીને કિરાના હિલ્‍સ વિશે એક સવાલ પૂછવામાં આવ્‍યો હતો. મને લાગે છે કે મારે આ વિશે સ્‍પષ્ટ રીતે જણાવવું જોઈએ. ઘણી વખત પૂછવામાં આવ્‍યું છે કે શું કિરાના હિલ્‍સ પર હુમલો કરવામાં આવ્‍યો હતો, કારણ કે ત્‍યાં જ તેમના (પાકિસ્‍તાનના) પરમાણુ ઠેકાણાં છે.' તેમણે કહ્યું કે એર માર્શલ ભારતીએ ત્‍યારે સાચું કહ્યું હતું કે અમે કિરાના હિલ્‍સને નિશાન નહોતું બનાવ્‍યું. ‘હું કદાચ થોડી હદ સુધી સમજાવી શકું... એ હુમલા પહેલાં અમે સરગોધામાં અનેક ડ્રોન મોકલ્‍યા હતા અને કિરાના હિલ્‍સ સરગોધાથી લગભગ ૧૦ કિલોમીટર ઉત્તર તરફ છે. આ ડ્રોન સરગોધા અને તેની આસપાસના રડાર શોધી રહ્યા હતા. તેની એક સમય મર્યાદા હોય છે, એટલે કે તે લગભગ ૨ કલાક સુધી હવામાં ફરતા રહે છે અને જો કોઈ લક્ષ્ય ન મળે, તો તે નીચે આવીને ક્‍યાંક અથડાઈ જાય છે.'

પૂર્વ CDSએ કહ્યું, ‘શક્‍ય છે કે તે આવીને તે પહાડીઓમાંથી કોઈ એક સાથે અથડાયું હોય. તેથી આ તે કારણોમાંથી એક હોઈ શકે છે, જેના વિશે લોકોએ સવાલ પૂછ્‍યા... કારણ કે પાકિસ્‍તાની મીડિયાએ કેટલીક એવી તસવીરો પણ બતાવી હતી, જેમાં કિરાના પહાડીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્‍યો હતો.' હા, પાકિસ્‍તાનમાં આ જોઈને જ હાહાકાર મચી ગયો હતો. તેમને લાગ્‍યું હતું કે ભારતે કિરાના હિલ્‍સ પર હુમલો કરી દીધો છે. તેનો અર્થ એ હતો કે પાકિસ્‍તાનમાં હાહાકાર મચી જશે. ત્‍યાર બાદ જ પાકિસ્‍તાને તરત ભારત સામે યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી. ઉલ્‍લેખનીય છે કે ભારતે ૨૨ એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે મે ૨૦૨૫માં પાકિસ્‍તાન અને પાકિસ્‍તાનના કબજા હેઠળના કાશ્‍મીર (POK)માં ૯ આતંકવાદી ઠેકાણાં સામે ‘ઓપરેશન સિદૂર' ચલાવ્‍યું હતું, જેમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

 

(10:35 AM IST)