હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ત્રીજા વિશ્વયુદ્ધનો ભય? પુતિને 'ડિસ્ટ્રક્શન બટન' દબાવતા સીઆઈએ ચીફ સીધા મોસ્કો પહોંચ્યા: સ્થિતિ કાબૂ બહાર
યુક્રેન યુદ્ધ બાદ હવે પુતિનનું નિશાન સીધું નાટો દેશો પર: અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીને ગુપ્ત માહિતી મળતા વૉશિંગ્ટનમાં ભારે હડકંપ અને ઈમરજન્સી બેઠકોનો દોર શરૂ

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક મોડ પર પહોંચી ગયું છે, જે સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે. યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને મોસ્કો સુધી કરાયેલા ડ્રોન હુમલાઓથી છૂપાયેલા ક્રોધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. ગુપ્ત અહેવાલો મુજબ, પુતિને રશિયાનું અત્યંત ગુપ્ત 'વિનાશ બટન' સક્રિય કરી દીધું છે. આ ચિંતાજનક માહિતી મળતા જ અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA) ના વડા તાકીદે અને અત્યંત ગુપ્ત રીતે મોસ્કો પહોંચી ગયા છે, જેથી પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી શકાય.
અમેરિકન ઇન્ટેલિજન્સને મળેલી પક્કી બાતમી અનુસાર, પુતિન હવે માત્ર યુક્રેન પુરતા મર્યાદિત રહેવા માંગતા નથી પરંતુ યુક્રેનને મદદ કરી રહેલા નાટો (NATO) દેશો પર સીધો અને મોટો જવાબી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. સીઆઈએ ચીફ દ્વારા ક્રેમલિનને સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી છે કે નાટો સભ્ય દેશો પર કોઈપણ પ્રકારની લશ્કરી ભૂલ રશિયા માટે ભારે પડી શકે છે. જોકે, યુક્રેનમાં થઈ રહેલા નુકસાન અને અંદરની તરફ વધી રહેલા ડ્રોન હુમલાઓને કારણે પુતિન પોતાની સત્તા અને રાજકીય અસ્તિત્વ બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય તેમ જણાય છે.
બીજી તરફ, યુરોપિયન દેશોની આંતરિક નબળાઈઓ અને વિભાજનનો લાભ લેવા રશિયા સજ્જ છે. બ્રિટનના દરિયાકાંઠા સુધી રશિયન યુદ્ધ જહાજોની નિર્ભય અવરજવર અને ચીન તથા ઉત્તર કોરિયા તરફથી મળી રહેલા શસ્ત્રો અને ટેકનોલોજીના ટેકાને કારણે રશિયાનું મનોબળ બુલંદ છે. પોલેન્ડ અને બાલ્ટિક દેશો પોતાની સુરક્ષા વધારી રહ્યા છે, પરંતુ અમેરિકામાં આગામી રાજકીય ફેરફારો અને સંરક્ષણ ભંડાર પરના દબાણનો ફાયદો ઉઠાવીને પુતિન વૈશ્વિક સ્તરે મોટો ધડાકો કરવાની ફિરાકમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
