News of Thursday, 27th August 2026
કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા કચ્છના તમામ 43 શ્રદ્ધાળુઓ સુરક્ષિત
સાંજે જ નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો અને તેના આશરે 8 કલાક બાદ વિનાશક પૂર આવ્યું

કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા કચ્છના તમામ 43 શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. યાત્રાળુઓએ મંગળવારે સાંજે જ નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો અને તેના આશરે 8 કલાક બાદ વિનાશક પૂર આવ્યું હતું. પૂરનાં પાણીમાં ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો હતો, જ્યારે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને હેલિપેડને પણ ભારે નુકસાન થયું છે. જોકે, કચ્છથી યાત્રાએ ગયેલા તમામ 43 યાત્રાળુઓ સુરક્ષિત છે અને તેઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાની માહિતી મળી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
