<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

બર્થડે પાર્ટીથી પરત ફરતા પરિવાર પર ત્રાટક્‍યો કાળઃ ૭ના મોત

આંધ્રપ્રદેશમાં બસ-ઓટો વચ્‍ચે ભયાનક અકસ્‍માત

 

 

પલનાડુ,તા.૨૭: જિલ્‍લામાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી બસ અને ઓટો-રિક્ષા વચ્‍ચે ભીષણ અકસ્‍માત સર્જાયો હતો. વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી બસે ચિલકાલૂરીપેટ નજીક ઓટો-રિક્ષાને ટક્કર મારતા ૭ લોકોના કરૂણ મોત થયા હતા, જેમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં અન્‍ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્‍યમંત્રી ચંદ્રબાબૂ નાયડુએ દુઃખ વ્‍યક્‍ત કરી તપાસના આદેશ આપ્‍યા છે.

આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્‍લામાં ગુરુવારે વહેલી સવારે એક દર્દનાક રોડ અકસ્‍માતમાં ૭ લોકોએ જીવ ગુમાવ્‍યા છે, જ્‍યારે અન્‍ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્‍માત ત્‍યારે સર્જાયો જ્‍યારે વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી એક ખાનગી બસે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી

પોલીસે આપેલી વિગતો મુજબ, આ દુર્ઘટના પલનાડુ જિલ્‍લાના ચિલકાલૂરીપેટમાં અડ્ડા રોડ નજીક બની હતી. ઓટો-રિક્ષામાં આશરે ૧૫ લોકો સવાર હતા. પીડિતો ચિલકલુરીપેટ મંડળના વેલુરુ ગામના રહેવાસી હતા 

(3:33 PM IST)