હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સીમાંકન મુદ્દે દેશના રાજકારણમાં ગરમાવો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર, સર્વપક્ષીય બેઠક બોલાવવા અને 2029માં મહિલા અનામત લાગુ કરવા કરી જોરદાર માંગ!
લોકસભાની બેઠકો ૫૪૩ સુધી જ મર્યાદિત રાખવા અને રાજ્યવાર પ્રતિનિધિત્વ આગામી ૨૫ વર્ષ સુધી યથાવત રાખવા કોંગ્રેસની આક્રમક રજૂઆત; સંસદના સંભવિત ખાસ સત્ર પહેલા વિરોધ પક્ષો એકજૂટ.

કાલાબુર્ગી, તા.27: દેશમાં સીમાંકન (Delimitation) કાયદાને લઈને રાજકીય વાતાવરણ તંગ બની રહ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સણસણતો પત્ર લખીને સીમાંકન પ્રસ્તાવ પર તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ડાકવાની માંગ કરી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા સંસદનું ખાસ સત્ર બોલાવવાની આપાયેલી શક્યતાઓ બાદ કોંગ્રેસે આ આક્રમક વલણ અપનાવ્યું છે.
કાલાબુર્ગી એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ખડગેએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે સંસદના કોઈ પણ ખાસ સત્રમાં આ પ્રસ્તાવ લાવતા પહેલા દેશના તમામ રાજકીય પક્ષો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કરવી જોઈએ. તેમણે પત્રનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, લોકસભાની હાલની ૫૪૩ બેઠકોની સંખ્યા અને રાજ્યવાર પ્રતિનિધિત્વના માળખાને આગામી ૨૫ વર્ષ સુધી યથાવત રાખવું જોઈએ, જેથી વસ્તી નિયંત્રણ કરનારા રાજ્યોને કોઈ અન્યાય ન થાય.
આ ઉપરાંત, કોંગ્રેસ અધ્યક્ષે મહિલા અનામત મુદ્દે સરકારને ઘેરતાં ભારપૂર્વક માંગ કરી છે કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી જ મહિલાઓ માટે ૧/૩ (એક-તૃતીયાંશ) અનામતનો અમલ સુનિશ્ચિત કરવામાં આવે. સત્ર અનિશ્ચિત સમય માટે મુલતવી રહ્યા બાદ પણ સરકાર દ્વારા ઔપચારિક સમાપ્તિ ન જાહેર કરાતાં વિપક્ષી છાવણીમાં ગભરાટ છે, જેના પગલે ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને તમામ પક્ષોને પૂરતો સમય અને મંચ આપવા અપીલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
