<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

શેરબજારના કડાકામાં પણ ₹૧ વાળા પેની સ્ટોકનો કમાલ: લગાતાર ૧૬મા સેશનમાં અપર સર્કિટ સાથે ૫૨ સપ્તાહની ઊંચાઈએ, વિદેશી રોકાણકારો (FPI) પણ ફિદા!

માત્ર એક મહિનામાં રોકાણકારોને આપ્યું ૧૧૦% નું તગડું મલ્ટીબેગર રિટર્ન; કંપનીને મળ્યો ₹૨૫ કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો AI ટેકનોલોજી પ્રોજેક્ટ.

મુંબઈ, તા.27: શેરબજારમાં ચાલતી ભારે સુસ્તી અને કડાકા વચ્ચે પણ કેટલાક પેની સ્ટોક્સ રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે. આવી જ એક કંપની GACM ટેક્નોલોજીસ લિમિટેડ (GACM Technologies Ltd) ના શેરે ગુરુવારે તોફાની તેજી સાથે નવી ૫૨ સપ્તાહની ઊંચાઈ સર કરી છે. ₹૫ થી ઓછી કિંમત ધરાવતો આ પેની સ્ટોક છેલ્લા ૧૬ ટ્રેડિંગ સેશનથી સતત અપર સર્કિટ લગાવી રહ્યો છે. માત્ર એક જ મહિનામાં ₹૧ ની આસપાસ ટ્રેડ કરતા આ શેરે પોતાના શેરધારકોને ૧૧૦% જેટલું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

 

રસપ્રદ વાત એ છે કે આ નાની કંપનીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ પણ ભારે રસ દાખવ્યો છે. કંપનીના તાજેતરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, FPIs પાસે આ પેની સ્ટોકમાં કુલ ૩૧.૨૨% જેટલો વિશાળ હિસ્સો છે. જેમાં મોરિશિયસ સ્થિત અલ મહા ઈન્વેસ્ટમેન્ટ ફંડ (૬.૫૭%), મેગ્નિફિકા ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ (૮.૭૬%), મીનર્વા વેન્ચર્સ ફંડ (૯.૦૮%) અને એબિસુ ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ ફંડ (૬.૫૭%) જેવા અગ્રણી વિદેશી ફંડોનો સમાવેશ થાય છે.

 

આ તેજી પાછળનું મુખ્ય કારણ કંપનીને મળેલો એક મોટો બિઝનેસ ઓર્ડર છે. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ GACM ટેક્નોલોજીસે 'વિનફ્લુએન્શિયલ પ્રાઈવેટ લિમિટેડ' સાથે ₹૨૫ કરોડના મોટો MoU પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ કંપની AI-પાવર્ડ ઈન્ટીગ્રેટેડ ઈન્સ્યોરન્સ ટેકનોલોજી પ્લેટફોર્મ 'સુપરફોર્મ' ની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને ડિપ્લોયમેન્ટ કરશે. ૧૮ થી ૨૪ મહિનામાં પૂર્ણ થનારો આ પ્રોજેક્ટ કંપનીના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ટેકનોલોજી પ્રોજેક્ટ છે. આ ઉપરાંત, કંપની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની આગામી મહત્વની બેઠક ૩૧ ઓગસ્ટના રોજ યોજાનાર છે, જેના પર રોકાણકારોની નજર ટકેલી છે.

(4:50 PM IST)