હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ઓપરેશન સિંદૂર'માં S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ખૌફ: ભારત સામે પાકિસ્તાને સ્લીપર સેલ અને જાસૂસો સક્રિય કર્યાનો માજી એર માર્શલનો સણસણતો ખુલાસો!
૩૧૪ કિલોમીટર દૂરથી પાકિસ્તાની સર્વેલન્સ એરક્રાફ્ટ તોડી પાડી ભારતે રચ્યો વિશ્વ વિક્રમ; મહિલા ફાઈટર પાઈલટોના ભયાનક બોમ્બમારાથી ગભરાઈને પાકિસ્તાનને યુદ્ધવિરામની ભીખ માંગવી પડી.

નવી દિલ્હી, તા.27: ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા ૮૮ કલાકના ભયંકર લશ્કરી સંઘર્ષ 'ઓપરેશન સિંદૂર'ને લઈને પશ્ચિમી વાયુ કમાન્ડના તત્કાલીન વડા એર માર્શલ (નિવૃત્ત) જીતેન્દ્ર મિશ્રાએ અનેક ચોંકાવનારા અને રોમાંચક ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ દરમિયાન રશિયન બનાવટની ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી સૌથી મોટી 'ગેમ-ચેન્જર' સાબિત થઈ હતી. આ સિસ્ટમના ડરથી પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટ્સ ભારતીય સરહદથી ૨૦૦ કિલોમીટર દૂર રહેવા મજબૂર બન્યા હતા. S-400નું ચોક્કસ લોકેશન ટ્રેક કરવા પાકિસ્તાને ચીનના સેટેલાઈટથી લઈને ભારતમાં પોતાના સ્લીપર સેલ્સ અને જાસૂસો સુધીના તમામ હથકંડા અપનાવ્યા હતા.
એર માર્શલ મિશ્રાના જણાવ્યા મુજબ, જ્યારે ભારતીય હુમલામાં પાકિસ્તાનના ગ્રાઉન્ડ રડાર નાશ પામ્યા, ત્યારે તેણે સરગોધાથી પોતાનું એરબોર્ન સર્વેલન્સ એરક્રાફ્ટ રવાના કર્યું હતું. પરંતુ ભારતીય S-400 ઓપરેટરે માત્ર એક જ મિસાઈલથી ૩૧૪ કિલોમીટરના અકલ્પનીય અંતરેથી જ તેને તોડી પાડ્યું હતું. સપાટીથી હવામાં પ્રહાર કરતી (Surface-to-Air) મિસાઈલ દ્વારા આટલા દૂરના લક્ષ્યને નષ્ટ કરવાનો આ વૈશ્વિક લશ્કરી ઈતિહાસનો સૌથી મોટો નવો રેકોર્ડ બન્યો હતો.
પહેલગામમાં ૨૫ પ્રવાસીઓની હત્યાના જવાબમાં ૭ મેના રોજ શરૂ કરાયેલા આ ઓપરેશનમાં જૈશ અને લશ્કરના ૯ આતંકી કેમ્પોનો નાશ કરાયો હતો. આ સમગ્ર મિશનમાં ભારતીય મહિલા ફાઈટર પાઈલટોએ અસાધારણ શૌર્ય દાખવ્યું હતું. તેમણે મુરિદકે સ્થિત લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટર પર સચોટ બોમ્બમારો કરવા ઉપરાંત પાકિસ્તાનના કમાન્ડ સેન્ટરો અને રડારોને તબાહ કરી દીધા હતા. ૧૦ મેના રોજ ભારતીય વાયુસેનાના આ વિનાશક પ્રહારના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ઘૂંટણિયે પડીને યુદ્ધવિરામની આજીજી કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
