<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળ-તિબેટ સરહદે ભયાનક જળપ્રલય અને ભૂસ્ખલન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા મૂળ રાજકોટના હાલ મુંબઈ રહેતા જય કોટેચા સહિત ગુજરાતના વધુ ચાર સાથે ૧૮ યાત્રાળુઓ સંપર્કવિહોણા બનતા પરિવારજનોમાં ભારે ફફડાટ

રાજ્ય સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલરૂમ શરૂ કરી કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે તાબડતોબ સંકલન સાધ્યું : અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર

ગાંધીનગર / કાઠમંડુ :નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટકેલા વિનાશક પૂર અને ભીષણ ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના ૧૮ નાગરિકો ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. કુદરતી હોનારતના પગલે ફસાયેલા યાત્રાળુઓના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગરમાં તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત જીવંત સંકલન સાધીને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
સંપર્કવિહોણા તથા ફસાયેલા ગુજરાતીઓની જિલ્લાવાર વિગત:
૧. અમદાવાદ :
 * અશોકભાઈ ધીરજલાલ કાપડી : રહેવાસી: મેમનગર (છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે ૦૮:૩૦ આસપાસ થયો હતો).
 * દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ : રહેવાસી: નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સિટીઝન).
 * ભાવિનકુમાર રજનીકાંત રાવલ : રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન - અન્ય ૨૬ લોકોના ગ્રૂપ સાથે).
૨. આણંદ :
 * બિમલકુમાર પટેલ : રહેવાસી: વિદ્યાનગર રોડ (યુએસ નાગરિક - મૂળ ભારતીય).
 * જયમિનાબેન પટેલ : રહેવાસી: વિદ્યાનગર રોડ (યુએસ નાગરિક - મૂળ ભારતીય).
   (નોંધ: આ બંને 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ એન્ડ રિસર્ચ હબ' એજન્સી દ્વારા કૈલાશ માનસરોવર ગયા હતા).
૩. વડોદરા :
 * કિન્નરી પટેલ : રહેવાસી: મણિનગર (અમદાવાદ).
 * મિહિર પટેલ : રહેવાસી: મણિનગર (અમદાવાદ).
   (નોંધ: આ બંને 'રીયા ટુર્સ પ્રાઇવેટ લિમિટેડ' મારફતે ગયા હતા, છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે ૦૪:૫૧ વાગ્યે થયો હતો).
૪. સુરત :
 * પરેશભાઈ નટવરલાલ પટેલ : હાલ યુએસએમાં રહે છે.
 * જ્યોતિબેન પરેશભાઈ પટેલ : હાલ યુએસએમાં રહે છે.
 * મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી : હાલ મુંબઈમાં રહે છે.
૫. રાજકોટ :
 * જય દિનેશ કોટેચા : હાલ મુંબઈમાં રહે છે (મૂળ પિતા રાજકોટના). છેલ્લો સંપર્ક ગઈકાલે 'ફ્રેન્ડશિપ બ્રિજ/ભોટે કોશી રિવર, રસવાગઢી-કેરુંગ બોર્ડર' પાસે થયો હતો.
૬. વલસાડ :
 * રોમા દિલીપભાઈ ઇંટવાલા : વલસાડ. (સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે આપેલી છેલ્લી માહિતી પ્રમાણે, રોમા ઇંટવાલા નેપાળમાં હાલ સુરક્ષિત છે).
૭. ખેડા / નડિયાદ :
 * ઉમેશ ભોગીલાલ પટેલ : કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ) - છેલ્લા ૨૪ કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
 * આકાંક્ષાબેન ઉમેશ પટેલ : કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ) - છેલ્લા ૨૪ કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
 * ઈશાન પટેલ : અમેરિકન નાગરિક (રહેવાસી: નડિયાદ) - છેલ્લા ૨૪ કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
૮. ગાંધીનગર :
 * અમિતા અમીન : યુએસ સિટીઝન (છેલ્લું લોકેશન: બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક).
 * તેજલ પટેલ : યુએસ સિટીઝન (છેલ્લું લોકેશન: બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક).
 * જિતેન્દ્ર પટેલ : યુએસ સિટીઝન (છેલ્લું લોકેશન: બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક).
પરિવારજનો માટે ગુજરાત સરકારના સ્ટેટ હેલ્પલાઇન નંબર્સ :
નેપાળમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકો અને તેમના ચિંતિત પરિવારજનો તાત્કાલિક સહાય અને સત્તાવાર માહિતી મેળવવા માટે ચોવીસે કલાક નીચે દર્શાવેલા નંબરો પર સંપર્ક કરી શકે છે:
 * ૧. ૦૭૯૨૩૨-૫૧૯૦૦
 * ૨. ૯૯૭૮૪૦૫૩૦૪
 * ૩. હેલ્પલાઇન નંબર : ૧૦૭૦
 * ૪. જે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર : ૧૦૭૭
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર :
 * ૧. +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭
 * ૨. +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦

 

(6:49 PM IST)