<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળ હોનારત વચ્‍ચે યાદ આવી કિશ્‍તવાડના ચિશોતીની તબાહી : એક વર્ષ વિત્‍યા છતાં ૩૦ લાપતા લોકોના પરિવારો અગ્નિસંસ્‍કારની રાહમાં વ્‍યાકુળ

જમ્‍મુ, તા. ૨૭ : નેપાળની તાજેતરની હોનારતે ગત વર્ષે કિશ્‍તવાડના ચિશોતીમાં આવેલા ભયાનક પૂરની દર્દનાક યાદો તાજી કરાવી છે. ૧૪ ઓગસ્‍ટ ૨૦૨૫ના રોજ મચેલ માતા યાત્રા દરમિયાન આવેલા પૂરને એક વર્ષ વીતી ગયું હોવા છતાં ૩૦ લાપતા લોકોના પરિવારો માટે આ આપત્તિનો કોઈ અંત આવ્‍યો નથી. ઘર લાવવા માટે કોઈ મૃતદેહ નથી અને અંતિમ સંસ્‍કાર માટે કશું બચ્‍યું નથી. આરટીઆઈ હેઠળ મળેલી વિગતો મુજબ, આ હોનારતમાં ૬૩ લોકોના મોત થયા હતા અને ૧૨૭ લોકો ઘાયલ થયા હતા. લાપતા ૩૦ લોકોમાં ૨૭ યાત્રાળુઓ અને ત્રણ સ્‍થાનિકોનો સમાવેશ થાય છે. તંત્રએ મૃતકોના પરિવારો માટે ૪ લાખ લેખે કુલ ૨.૫૨ કરોડની સહાય મંજૂર કરી છે, પરંતુ પાર્થિવ દેહ ન મળતાં પરિવારો શોકમાંથી બહાર નીકળી શક્‍યા નથી.

(5:36 PM IST)