News of Thursday, 27th August 2026
કાશ્મીરમાં સફરજનના બગીચા અને મકાઈના ખેતરો બન્યા રીંછના અડ્ડા : માનવ-વન્યજીવ સંઘર્ષમાં ૨ વર્ષમાં ૩૨ના મોત અને ૩૫૦ ઘાયલ

જમ્મુ, તા. ૨૭ : કાશ્મીરમાં સફરજનના બગીચાઓ અને મકાઈના ખેતરો રીંછના હુમલાના હોટસ્પોટ બનતાં ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. કુલગામના ૬૨ વર્ષીય અબ્દુલ સલામ તેલી પોતાના બગીચામાં ગયા ત્યારે રીંછે તેમના પર હિસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. રહેઠાણમાં ખલેલ, સરળતાથી મળતો ખોરાક અને માનવીય ગતિવિધિઓને કારણે માનવ-રીંછ સંઘર્ષ વધ્યો છે. સરકારી આંકડા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે વર્ષમાં જંગલી પ્રાણીઓના હુમલામાં ૩૨ લોકોના મોત થયા છે અને ૩૫૦ લોકો ઘાયલ થયા છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૯,૩૦૧ હુમલાઓમાં ૧૮ લોકોના મોત તથા ૧૩૭ ઘાયલ થયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ૬,૩૬૦ હુમલાઓમાં ૧૪ લોકોના મોત અને ૨૧૩ લોકો ઘાયલ નોંધાયા છે. જમ્મુ જિલ્લો બંને વર્ષે સૌથી વધુ હુમલાઓ સાથે મોખરે રહ્યો છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
