હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લખનૌમાં 'લવ જેહાદ' અને ધર્મ પરિવર્તનના દબાણનો સનસનાટીભર્યો કિસ્સો: ૪ બાળકોની માતાને પ્રેમજાળમાં ફસાવી ૨ વર્ષ સુધી શોષણ, અશ્લીલ વીડિયોથી બ્લેકમેલ કરનાર મોહમ્મદ રેહાન ફરાર!
લગ્નની લાલચ આપી ગર્ભપાત કરાવ્યો; પીડિતાએ ન્યાય માટે અવાજ ઉઠાવતાં આરોપી મુંબઈ ભાગી ગયો, સોશિયલ મીડિયા પર ઓડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં.

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાંથી શરમજનક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી અને ચાર બાળકોની માતા એવી પરિણીત હિન્દુ મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને મોહમ્મદ રેહાન નામના યુવકે બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, આરોપીએ મહિલાના અશ્લીલ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપીને ધર્મ પરિવર્તન કરવા અને ઇસ્લામ કબૂલવા સતત દબાણ કર્યું હતું.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ, બારાબંકીના ભીથારાનો રહેવાસી મોહમ્મદ રેહાન તેની સાથે જ નોકરી કરતો હતો. તેણે લગ્નનું વચન આપીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન મહિલા ગર્ભવતી બનતાં તેને બળજબરીપૂર્વક ગર્ભપાતની ગોળીઓ ખવડાવવામાં આવી હતી. જ્યારે મહિલાએ લગ્ન માટે આગ્રહ કર્યો, ત્યારે રેહાને ધર્મ પરિવર્તનની શરત મૂકી હતી અને બાદમાં પોતાના ભાઈના લગ્નમાં જવાનું બહાનું કાઢીને ફોન પર લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
આ મામલે પીડિતાએ મોહનલાલગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ શરૂઆતમાં પોલીસે કેસ દાખલ કરવામાં આનાકાની કરી હતી. બાદમાં પીડિતા અને આરોપી વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને સામાજિક કાર્યકરોએ અવાજ ઉઠાવતાં પોલીસ હરકતમાં આવી હતી. મોહનલાલગંજ પોલીસે આરોપી મોહમ્મદ રેહાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુંબઈ ભાગી ગયો છે, તેને ઝડપી પાડવા માટે વિશેષ પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
