<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

કાશ્મીરમાં કિશનગંગા નદીમાં સેનાનો સૈનિક ડૂબી ગયો, બચાવ બાદ મૃતદેહ મળી આવ્યો

તરબલ ગામ નજીક કિશનગંગા નદીમાં સેનાનો એક સૈનિક ડૂબી ગયો :મૃતક સૈનિકની ઓળખ આશિક હુસૈન ખાન તરીકે થઈ

ગુરુવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની હતી  તરબલ ગામ નજીક કિશનગંગા નદીમાં સેનાનો એક સૈનિક ડૂબી ગયો હતો  મૃતક સૈનિકની ઓળખ આશિક હુસૈન ખાન તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતાં, સૈનિકને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન, સૈનિકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને તબીબી-કાનૂની ઔપચારિકતાઓ માટે દાવર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને સૈનિક કયા સંજોગોમાં ડૂબી ગયો તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.

(8:19 PM IST)