હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

ચંદીગઢ : લોકપ્રિય પંજાબી ગાયિકા અને ભૂતપૂર્વ 'બિગ બોસ 15' ની સ્પર્ધક અફસાના ખાન હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં અફસાના ખાને તેના પતિ સાજન શર્મા સાથે મળીને શિવલિંગ પર રુદ્રાભિષેક વિધિ કરી હતી, જેના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ જ્યાં કેટલાક ફેન્સે તેણીની શ્રદ્ધાને આવકારી છે, તો બીજી તરફ મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધાર્મિક વિધિમાં ભાગ લેવા બદલ કેટલાક કટ્ટરવાદી યુઝર્સોએ તેની ટીકા કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અફસાના ખાને આ ઓનલાઈન "ગંભીર ટ્રોલિંગ" સંબંધિત કેટલીક પોસ્ટ્સ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે તેણે સીધો કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતી જોવા મળી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેની ધાર્મિક ઓળખ પર સવાલ ઉઠાવતા અપશબ્દો પણ વાપર્યા છે. જો કે, આ મામલે અફસાનાના સમર્થનમાં પણ ઘણા લોકો આગળ આવ્યા છે. ઘણા યુઝર્સોએ બચાવ કરતા લખ્યું હતું કે શ્રદ્ધા એ વ્યક્તિગત પસંદગી છે અને કોઈપણ વ્યક્તિ પોતાની આસ્થા મુજબ પૂજા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે અફસાના ખાને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ચંદીગઢમાં સંગીત નિર્માતા સાજ (સાજન શર્મા) સાથે લગ્ન કર્યા હતા. આ આંતરધાર્મિક લગ્ન હોવાથી અગાઉ પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા, જો કે લગ્ન બાદ બંનેએ પોતાના ધર્મ પરિવર્તનની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અફસાના 'વૉઇસ ઑફ પંજાબ' અને 'બિગ બોસ' જેવા રિયાલિટી શો તેમજ 'તિતલિયાં વારગા' જેવા સુપરહિટ ગીતોથી સંગીત જગતમાં જાણીતી બની છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM