<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

LoC પર શંકાસ્પદ હિલચાલ, નૌશેરા સેક્ટરમાં સેનાએ ગોળીબાર કર્યો ;સઘન સર્ચ ઓપરેશન શરૂ

શંકાસ્પદ હિલચાલ જોયા બાદ, સૈનિકોએ સાવચેતીના પગલા તરીકે ગોળીબાર કર્યો

 જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં LoC નજીક શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા બાદ ભારતીય સેનાએ ગોળીબાર કર્યો હતો   થોડા સમય પહેલા સેનાના જવાનોએ નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. શંકાસ્પદ હિલચાલ જોયા બાદ, સૈનિકોએ સાવચેતીના પગલા તરીકે ગોળીબાર કર્યો હતો  ત્યારબાદ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું  શંકાસ્પદ ગતિવિધિની પુષ્ટિ કરવા અને કોઈપણ સંભવિત ઘૂસણખોરીને નકારી કાઢવા માટે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

(12:06 AM IST)