<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

અમિતભાઈ શાહનું સનસનાટીભર્યું નિવેદન: "વિરોધ અને આતંકવાદીઓનો સામનો કરવો એ જ મારું ભાગ્ય છે"; મન કી બાત શેર કરતા કોરોના કાળના પડકારો પણ કર્યા યાદ

એક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ પોતાના અનુભવો રજૂ કર્યા; દિલ્હીમાં NEET લીક વિરોધ પ્રદર્શન વચ્ચે આપ્યું નિવેદન

નવી દિલ્હી તા.28: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળવા અંગે એક મોટો ખુલાસો કર્યો છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે હસતાં હસતાં કહ્યું કે, "ગૃહમંત્રી બન્યા પછી વિરોધ પ્રદર્શનો અને આતંકવાદીઓનો સામનો કરવો એ જ મારું ભાગ્ય બની ગયું છે." તેમની આ હળવી ક્ષણોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીકને લઈને થયેલા વિરોધ પ્રદર્શનો અને દેશવ્યાપી માહોલ વચ્ચે તેમનું આ વિધાન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

પોતાના સંબોધનમાં અમિતભાઈ શાહે કોરોના મહામારીના ભયાનક સમયગાળાના પડકારોને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અમદાવાદ જેવા એક નાના શહેરમાં કર્ફ્યુ લાદવા માટે પણ 300થી વધુ પોલીસ વાહનો માઇક પર જાહેરાત કરતા ફરે છે. તે સમયે દેશવ્યાપી લોકડાઉન કે જનતા કર્ફ્યુ સફળ બનાવવો અત્યંત મુશ્કેલ પ્રયોગ હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી, ત્યારે શરૂઆતમાં આ પ્રયોગ નિષ્ફળ જશે તેવી આશંકા હતી, પરંતુ દેશની જનતાએ સજ્જડ સાથ આપ્યો અને ભારતે આ યુદ્ધ જીતી લીધું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતે હીનતાના ભાવમાંથી બહાર આવી પોતાના યુવાનોની ક્ષમતા પર વિશ્વાસ મૂકવો જોઈએ.

(4:36 PM IST)