હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત 12:27 PM

નવી દિલ્હી તા.28: ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે દરેક મુસાફર ઈચ્છે છે કે તેની ટિકિટ કન્ફર્મ હોય જેથી તે આરામથી સુઈને મુસાફરી કરી શકે. પરંતુ ઘણીવાર કન્ફર્મ ટિકિટ ન મળવાને કારણે આપણે 'આરએસી' (Reservation Against Cancellation - RAC) ટિકિટ પર મુસાફરી કરવી પડે છે. RAC ટિકિટમાં સામાન્ય રીતે બે મુસાફરોને એક સાઈડ લોઅર બર્થ બેસવા માટે શેર કરવી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે ટ્રેન ઉપડ્યા પછી પણ તમારી RAC ટિકિટ પૂર્ણ કન્ફર્મ બર્થમાં બદલાઈ શકે છે?
આશ્ચર્યજનક રીતે, ઘણી વખત ટ્રેનમાં ચઢ્યા બાદ કોઈ મુસાફર ટ્રેન ચૂકી જાય અથવા ટિકિટ રદ કરાવે, ત્યારે તે ખાલી પડેલી સીટ RAC મુસાફરોને ફાળવવામાં આવે છે. પરંતુ માહિતીના અભાવે ઘણા મુસાફરો આખી મુસાફરી બેસીને જ પૂરી કરી દે છે. જો તમે પણ RAC ટિકિટ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો ટ્રેનની અંદર જ તમારી સીટનું સ્ટેટસ તપાસવા માટે આ કેટલીક સરળ રીતો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
સૌથી પહેલા અને સરળ રસ્તો છે તમારી પાસે રહેલા સ્માર્ટફોનનો ઉપયોગ. મુસાફરી દરમિયાન જIRCTC ની સત્તાવાર એપ અથવા વિવિધ ટ્રેન ઈન્ક્વાયરી એપ્સ (જેમ કે Where is my Train, Paytm વગેરે) પર તમારો 10-આંકડાનો PNR નંબર નાખીને લાઈવ સ્ટેટસ ચેક કરતા રહો. ચાર્ટ પ્રિપેર થયા પછી અથવા ચાર્ટિંગ સ્ટેશન ક્રોસ કર્યા બાદ જો કોઈ સીટ ખાલી પડી હશે તો ઓનલાઈન સિસ્ટમમાં તરત જ તમારો નવો બર્થ નંબર રિફ્લેક્ટ થઈ જશે.
જો તમારી પાસે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય અથવા ઓનલાઈન ચેક કરવું મુશ્કેલ લાગતું હોય, તો ટ્રેનમાં તૈનાત ટીટીઈ (TTE - Traveling Ticket Examiner) નો સીધો સંપર્ક કરો. TTE પાસે હવે 'હાર્ડકોપી ચાર્ટ' ના બદલે ડિજિટલ HHD (Hand Held Device) હોય છે. તેઓ તેમના ઉપકરણમાં ચેક કરીને તરત જ જણાવી દેશે કે બોગીમાં કઈ સીટ ખાલી પડી છે અને નિયમ મુજબ તમને આખી સીટ એલોટ કરી દેશે. આથી આગળની મુસાફરીમાં અગવડતા વેઠતા પહેલા લાઈવ સ્ટેટસ ચોક્કસ ચકાસી લેવું જોઈએ.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત 12:27 PM