<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

નેપાળની જળહોનારતમાં દિવંગતોને મોરારી બાપુની સંવેદના: રૂ.51 લાખની સહાય જાહેર

રૂ.11 લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે, જ્યારે રૂ.40 લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં આપવામાં આવશે.

26 ઓગસ્ટે તિબેટ તરફ ગ્લેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું, જેમાં સેંકડો લોકોનાં કરુણ મોત થયાં છે. આ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત પૂજ્ય મોરારી બાપુએ નેપાળના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રૂ.51 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાંથી રૂ.11 લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે, જ્યારે રૂ.40 લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં આપવામાં આવશે. આ નાણાકીય સેવા મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતા દ્વારા કરવામાં આવશે. મોરારી બાપુએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારત સહિત વિશ્વના અનેક દેશોના નાગરિકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે

(6:59 PM IST)