<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

વાલ્મીકિ શિષ્યવૃત્તિ-ભંડોળ કૌભાંડમાં કર્ણાટકનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસી મંત્રી બી. નાગેન્દ્ર પ્રેસ કોન્ફરન્સમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, કેબિનેટમાંથી ફરી આપ્યું રાજીનામું

₹૮૯ કરોડથી વધુના કથિત મની લોન્ડરિંગ અને નાણાકીય અનિયમિતતાના વિવાદ વચ્ચે બીજું રાજીનામું; ભાજપ પર રાજકીય ષડયંત્રનો આક્ષેપ કરતા કહ્યું, "હું નિર્દોષ છું પણ સરકારની છબી ખરડાવા નહીં દઉં."

બેંગલુરુ : કર્ણાટકના રાજકારણમાં બહુચર્ચિત વાલ્મીકિ કોર્પોરેશન ભંડોળ ડાયવર્ઝન કેસને લઈને ભારે ડ્રામા સર્જાયો છે. રાજ્યના આયોજન અને આંકડા મંત્રી બી. નાગેન્દ્રએ શુક્રવારે એક ઈમોશનલ પ્રેસ કોન્ફરન્સ યોજીને ફરી એકવાર રાજ્ય મંત્રીમંડળમાંથી પોતાના રાજીનામાની ભવ્ય જાહેરાત કરી છે. પત્રકારો સામે વાતચીત કરતી વખતે નાગેન્દ્ર પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. કેબિનેટમાં પુનરાગમન કર્યાના ગણતરીના અઠવાડિયામાં જ તેમને ફરી પદ છોડવાની ફરજ પડી છે.

 

ભાવનાત્મક બનેલા નાગેન્દ્રએ જણાવાયું હતું કે, તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે તેમના પર લાગેલા રાજકીય આરોપોને કારણે રાજ્યના વિકાસ કાર્યો કે સરકારના વિઝનમાં કોઈ અડચણ ઊભી થાય. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમણે કોઈ ગેરરીતિ કરી નથી. વિપક્ષ ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપ એક નિર્દોષ વ્યક્તિને બલિનો બકરો બનાવીને આરોપી તરીકે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

શું છે વાલ્મીકિ કોર્પોરેશન કૌભાંડ?

આ વિવાદ વર્ષ ૨૦૨૪માં શરૂ થયો હતો જ્યારે નાગેન્દ્ર સિદ્ધારમૈયા સરકારમાં આદિજાતિ કલ્યાણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમમાંથી આશરે ₹૮૯ કરોડથી ₹૧૮૭ કરોડ સુધીનું ભંડોળ કથિત રીતે અન્ય ખાતાઓમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાનો મોટો આક્ષેપ થયો હતો. કોર્પોરેશનના એક એકાઉન્ટ ઓફિસરની આત્મહત્યા અને તેમની સુસાઈડ નોટ બહાર આવ્યા બાદ આ સમગ્ર મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

 

રાજકીય દબાણ વધતાં નાગેન્દ્રએ જૂન ૨૦૨૪માં પ્રથમ વખત રાજીનામું આપવું પડ્યું હતું, જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પાછળથી જામીન મળ્યા હતા. હાલ સીબીઆઈ (CBI) અને ઈડી આ સમગ્ર કેસની તપનિશ કરી રહ્યા છે. કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ વિપક્ષી હુમલાઓ તીવ્ર બનતાં નાગેન્દ્રને બીજી વખત રાજીનામું આપવાની ફરજ પડી છે, જેનાથી કોંગ્રેસ સરકાર માટે મોટી અગવડતા ઊભી થઈ છે.

 

(7:11 PM IST)