News of Friday, 28th August 2026
બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એલાયન્સ એર ફ્લાઇટનું અચાનક ટાયર ફાટ્યું
મુસાફરોમાં ભારે ગભરાટ :વિમાનમાં સવાર 41 લોકો સુરક્ષિત ટર્મિનલ પર પહોંચાડાયા: બિલાસપુરથી બધી ફ્લાઇટ્સ રદ

છત્તીસગઢના બિલાસપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિલાસપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અહેવાલ અનુસાર દિલ્હી-બિલાસપુર એલાયન્સ એરની ફ્લાઇટ છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટ્યું હતું. અહેવાલો દર્શાવે છે કે ફ્લાઇટમાં 37 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સહિત 41 લોકો સવાર હતા. ટાયર ફાટવાથી મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બિલાસપુર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે બધાને સુરક્ષિત રીતે રનવે પર પાછા લાવવામાં આવ્યા હતા. બાદમાં બધા મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે ટાયર ફાટ્યું હતું. અહેવાલો અનુસાર, એલાયન્સ એરની ફ્લાઇટ (ફ્લાઇટ નંબર 9I613) ઘટના સમયે 41 લોકો સવાર હતા: 37 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો. અધિકારીએ જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન પ્લેનનું ડાબી બાજુનું ટાયર પંચર થઈ ગયું હતું.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
