હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં ભીષણ પૂર બાદ ભારતે રાહત અને બચાવ કામગીરી માટે NDRF ટીમ મોકલવા તૈયારી દર્શાવી
અનેક ભારતીય નાગરિકો લાપતા હોવાના અહેવાલ વચ્ચે 21 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા: ચીનના સરહદી વિસ્તારમાં ફસાયેલા 96 ભારતીયો પણ સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા

નેપાળમાં આવેલા વિનાશક પૂર વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. નેપાળ-ચીન સરહદી વિસ્તારોમાં અચાનક આવેલા જળસૈલાબે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં 390 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ લાપતા છે. આ દરમિયાન ભારતે રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા માટે NDRF ટીમ મોકલવાની ઓફર કરી છે.
નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે ભારતે નેપાળ સરકાર સમક્ષ રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ મોકલવાની ઓફર કરી છે. હવે ભારત નેપાળ સરકારના જવાબની રાહ જોઈ રહ્યું છે. આ ઓફર બંને દેશો વચ્ચેના પડોશી સંબંધો અને માનવતાવાદી સહયોગને દર્શાવે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો લાપતા છે. સરકાર ફસાયેલા ભારતીયોને શોધવા, બચાવવા અને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
