News of Friday, 28th August 2026
સૈફ અલી ખાન હુમલો કેસમાં સન્સનાટીભર્યો વળાંક: આરોપીએ કોર્ટમાં ગુનો કબૂલી સજા ઘટાડવાની કરી વિનંતી
ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસી અભિનેતા પર જાનલેવા છરીનો હુમલો કરનાર બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામે પસ્તાવો વ્યક્ત કરી મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી : ૧૧ સપ્ટેમ્બરે થશે મહત્વપૂર્ણ સુનાવણી

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા જાનલેવા હુમલાના કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગત વર્ષે ૧૬ જાન્યુઆરીની રાત્રે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરનાર મુખ્ય આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શેખે હવે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલવાની તૈયારી દર્શાવી છે. આરોપીએ મુંબઈ સેશન્સ કોર્ટમાં એક વિશેષ અરજી દાખલ કરીને જણાવ્યું છે કે તેને પોતાના કૃત્ય પર ઊંડો પસ્તાવો છે, તેથી કોર્ટે તેની કબૂલાત સ્વીકારીને સજામાં ઓછી દયા દર્શાવવી જોઈએ.
પોલીસ ચાર્જશીટ મુજબ, આ આરોપી બાંગ્લાદેશી નાગરિક છે અને ચોરી કે લૂંટના ઈરાદાથી હાઈ-સિક્યોરિટી ધરાવતા એપાર્ટમેન્ટની એસી ડક્ટ દ્વારા સૈફના ઘરમાં ઘૂસ્યો હતો. સૈફ અલી ખાને જ્યારે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હુમલાખોરે તેના પર છરી વડે તીક્ષ્ણ વાર કર્યા હતા, જેમાં સૈફને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તે લગભગ પાંચ દિવસ સુધી સારવાર હેઠળ રહ્યો હતો. થાણેથી ધરપકડ કરાયા બાદ આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
આ કેસ શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર ભારે શંકાના ઘેરામાં રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપી અત્યંત નબળો દેખાતો હોવાથી અને ઘરમાં મદદગારોની હાજરી હોવા છતાં આટલો ગંભીર હુમલો કેવી રીતે થયો તે અંગે નેટીઝન્સે અનેક સવાલો ઉઠાવ્યા હતા. હવે જ્યારે આરોપીએ જાતે જ ગુનો કબૂલીને સજા ઘટાડવાની અરજી કરી છે, ત્યારે આગામી ૧૧ સપ્ટેમ્બરે યોજાનારી કોર્ટની સુનાવણી પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
