POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
News of Saturday, 29th August 2026
નવી મુંબઈમાં એક ફોટોકોપી દુકાનમાં 3,400 SIR ફોર્મ કેવી રીતે પહોંચ્યા મહારાષ્ટ્રમાં મોટો ખળભળાટ : 5 BLO સસ્પેન્ડ
શિવસેના (UBT) ના કાર્યકરોએ ખારઘર વિસ્તારમાં એક દુકાનમાંથી SIR ફોર્મની ફોટોકોપી બનાવતી વખતે એક વ્યક્તિને પકડી લીધો

થાણે: નવી મુંબઈમાં એક ફોટોકોપી દુકાનમાંથી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત 3,400 ગણતરી ફોર્મ મળી આવ્યા બાદ પાંચ બૂથ લેવલ ઓફિસરો (BLO) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે શિવસેના (UBT) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું
પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, શિવસેના (UBT) ના કાર્યકરોએ ખારઘર વિસ્તારમાં એક દુકાનમાંથી SIR ફોર્મની ફોટોકોપી બનાવતી વખતે એક વ્યક્તિને પકડી લીધો હતો, જેના વિશે તેમનો દાવો હતો કે તે ભાજપની યુવા પાંખનો પદાધિકારી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
