<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પાકિસ્‍તાન માટે જાસૂસી કરતાં કપલની દિલ્‍હી પોલીસે ધરપકડ કરી

આઈએસઆઈને સૈન્‍યની ગુપ્ત બાતમી મોકલતા હોવાનો આરોપ : સાહિલ અને સમીરાએ પાકિસ્‍તાનના જાસૂસી એજન્‍ટને આઠ સીમકાર્ડ મોકલ્‍યા તેના બદલામાં ૩૦ હજાર રૂપિયા મેળવ્‍યાં

નવી દિલ્‍હી,તા.૨૯: પોલીસે એક કપલની ધરપકડ કરીને પાકિસ્‍તાન માટે જાસૂસીનો પર્દાફાશ કર્યો હતો. સાહિલ અને સમીરા ૨૦૨૪થી ભારતની સંવેદનશીલ માહિતી &પાકિસ્‍તાન મોકલતા હોવાની શક્‍યતા છે.

આઈએસઆઈના કહેવાથી ભારતીય લશ્‍કરની સંવેદનશીલ  માહિતી એકઠી કરીને મોકલી હતી. તે એટલે સુધી કે આઈએસઆઈ માટે કામ કરી શકે એવા ઓપરેટિવ્‍સની ભરતી પણ આ કપલે કરી હતી. પાકિસ્‍તાન સ્‍થિત હેન્‍ડલર સાથેની કપલની લિક પણ પોલીસે શોધી કાઢી છે.

દિલ્‍હી પોલીસે સાહિલ અને સમીરાને પકડીને પાકિસ્‍તાનના જાસૂસી નેટવર્કનો ભાંડાફોડ કર્યો હતો. દિલ્‍હીથી કરાચી અને ઈસ્‍લામાબાદ સુધી જાસૂસીનું કનેક્‍શન પકડી પાડ્‍યું છે. દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલના કહેવા પ્રમાણે ૨૦૨૪થી આ કપલ પાકિસ્‍તાનની જાસૂસી સંસ્‍થા આઈએસઆઈના અધિકારીઓ માટે જાસૂસી કરતું હતું. ૨૦૨૪માં સોશિયલ મીડિયાના માધ્‍યમથી આ કપલનો કોન્‍ટેન્‍ટ આઈએસઆઈના સમર્થિત જાસૂસો સાથે થયો હતો. સાહિલે તો દેશના જુદા જુદા સ્‍થળોએ લશ્‍કરી છાવણીની રેકી પણ કરી હતી

આ બંનેએ ભારતથી દુબઈ અને દુબઈથી પાકિસ્‍તાનમાં ભારતના સિમકાર્ડ મોકલ્‍યા હતા. કુલ આઠ સિમકાર્ડ મોકલીને બદલામાં ૩૦ હજાર રૂપિયા લીધા હતા. આ સિમકાર્ડનો ઉપયોગ ભારતીય ગ્રુપ સાથે કનેક્‍ટ થવા માટે કરાયો હતો. ભારતના અમુક ખાસ ગ્રુપમાં આ નંબરથી જાસૂસી નેટવર્કનો વિસ્‍તાર થયો હતો. આ સિમકાર્ડ પાકિસ્‍તાનમાંથી વોટ્‍સએપ નંબર એક્‍ટિવ કરવા માટે થયો હતો. તેની મદદથી જાસૂસી કરી શકે એવા ઓપરેટિવ્‍સને શોધવામાં આવ્‍યા હતા. એન્‍ક્રિપ્‍ટેડ મેસેજ અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી પાકિસ્‍તાનમાં બેસેલા હેન્‍ડલર્સ ભારતમાં કનેક્‍ટ થઈને ગુપ્ત માહિતી મેળવતા હતા. દિલ્‍હી એનસીઆરમાં પાકિસ્‍તાનનું જાસૂસી નેટવર્ક ચાલતું હોવાની બાતમાં દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલને મળી હતી. પોલીસે સાહિલને પકડીને તેના મોબાઈલનું ફોરેન્‍સિલ એનાલિસિસ કરાવ્‍યું હતું. તેમાં પાકિસ્‍તાન સાથેનું કનેક્‍શન જણાયું હતું. એ પછી તેણે પત્‍ની સમીરાનું કનેક્‍શન પણ સ્‍વીકારી લીધું હતું. સાહિલને પાકિસ્‍તાનની જાસૂસી એજન્‍સીના એજન્‍ટોએ બીજા જાસૂસો  શોધવાનું કામ સોંપ્‍યું હતું અને તેના  બદલામાં મોટી રકમ આપવાનું જણાવ્‍યું હતું. વળી, ટ્રિબ્‍યૂનલમાં જે લશ્‍કરી  અધિકારીઓ અને લશ્‍કરી જવાનો સામે કોર્ટમાર્શલની પ્રોસેસ ચાલતી હોય તેની વિગતો પણ સાહિલને મેળવવાનો ટાસ્‍ક અપાયો હતો.

 

(10:23 AM IST)