<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ખાંડ, મીઠું, ફેટનું ઊંચુ પ્રમાણ ધરાવતાં પેકેજ્‍ડ ફૂડ પર વોર્નિંગ લેબલ ફરજિયાત બનશે

સુપ્રીમ કોર્ટની ફટકાર પછી FSSAIની દરખાસ્‍ત, વેચાણ ઘટવાની આશંકાએ અગ્રણી ફૂડ કંપનીઓનો વિરોધ : જાહેર આરોગ્‍યની જરૂરિયાત બિઝનેસ હિત કરતા સર્વોપરી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી,તા.૨૯: દેશમાં ખાંડ, મીઠું કે ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતા પ્રોસેસ્‍ડ ખાદ્ય પદાર્થો અને પીણાંના પેકેટની આગળના ભાગે આગામી થોડા સમયગાળામાં રેડ વોર્નિગ લેબલ જોવા મળી શકે છે. ગ્રાહકો સમજી-વિચારીને આવી પ્રોસેસ્‍ડ પ્રોડક્‍ટ્‍સની પસંદગી કરી શકે તે માટે ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (FSSAI)ની આ દરખાસ્‍ત કરી છે.

FSSAIએ સુપ્રીમ કોર્ટમાં કરેલી રજૂઆતને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે રેડ વોર્નિગ લેબલમાં 'હાઈ ફેટ' 'હાઈ શુગર' 'હાઈસોલ્‍ટ' અને 'હાઇલી સ્‍વીટન્‍ડ બેવરેજિસ (અતિશય મીઠાશવાળું પીણું) જેવી માહિતી આપવાની રહેશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત કાર્યકરો દ્વારા પヘમિી દેશોની જેમ પેકેટ પર વોર્નિગ લેબલ ફરજિયાત કરવાની માગ કરતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે FSSAIત્‍ને આવા લેબલ લાગુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્‍યું હતું.

નેસ્‍લે, પેપ્‍સિકો અને કોકા-કોલા જેવી અગ્રણી ફૂડ કંપનીઓ આ પગલાનો વિરોધ કરી રહી છે. તેમનું માનવું છે કે આ નિર્ણયથી તેમની પ્રોડક્‍ટ્‍સના વેચાણને ફટકો પડી શકે છે.

છેલ્‍લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પેકેજ્‍ડ ફૂડ પર ફરજિયાત વોર્નિગ લેબલ લાગુ કરવામાં લાંબો વિલંબ કરવા બદલ FSSAI ઝાટકણી કાઢી હતી. જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ખંડપીઠે જણાવ્‍યું હતું કે નાગરિકો, ખાસ કરીને નાના બાળકોને સ્‍થૂળતા જેવી બીમારીઓના જોખમથી બચાવવા માટે પોષક તત્‍વોની પારદર્શક માહિતી આપવી અત્‍યંત જરૂરી છે, જાસ્‍ટિસ જે.બી. પારડીવાલા અને કે, વિનોદ ચંદ્રનની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફૂડ ક્ષેત્રની નિયમનકારી સંસ્‍થાની ધીમી કામગીરી અંગે સખત નારાજગી વ્‍યક્‍ત કરી હતી. ન્‍યાયાધીશોએ સવાલ કર્યો હતો કે શું નિયમનકારી સંસ્‍થા ખરેખર ભારતીય નાગરિકોના આરોગ્‍યને પ્રાથમિકતા આપી રહ્યા છે? કોર્ટે ચેતવણી આપી હતી કે જો સરકાર સ્‍વતંત્ર રીતે જરૂરી પગલાં નહીં ભરે તો ન્‍યાયિક આદેશો જારી કરાશે. સુપ્રીમ કોર્ટે એવી દલીલો પણ ફગાવી દીધી હતી કે પેકેટના આગળના ભાગે ચેતવણીના લેબલ લગાવવાથી પરંપરાગત ભારતીય પેકેજ્‍ડ નાસ્‍તાને નુકસાન થઈ શકે છે. ખંડપીઠે સ્‍પષ્ટ કર્યું હતું કે જાહેર આરોગ્‍યની જરૂરિયાત બિઝનેસ હિત કરતા સર્વોપરી છે. કોર્ટે નિયમનકારી સંસ્‍થાને ચોક્કસ માળખું તૈયાર કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્‍યો હતો

(10:24 AM IST)