<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

હૈતીમાં ટોળકીએ ૪૭ને મોતને ઘાટ ઉતાર્યાઃ ૫૦ થી વધુના અપહરણ

ગેંગ લીડરની પોલીસ કાર્યવાહી પર ખુલ્‍લી ધમકી : અમેરીકી દૂતાવાસ ટર્બાર પર હુમલાની ધમકી

પોર્ટ ઓ પ્રિંસ,તા.૨૯: તાજેતરમાં હેતીમાં એક હથિયારબંધ ટોળકી તરફથી કરવામાં આવેલા હુમલામાં ૪૭ લોકોના મોત થયા છે, જ્‍યારે ૫૦ થી વધુ લોકોના અપહરણ કરવામાં આવ્‍યાં છે.

આ હુમલો પોર્ટ ઓ પ્રિસ પાસે  પહાડી વિસ્‍તારમાં વસેલા કેન્‍સકાફ નામના વિસ્‍તારમાં થયો હતો. આ ઘટનાને લઈને પોલીસની ભારે આલોચના થઇ રહી છે.ગેંગ લીડરે ધમકી આપી છે કે જો કેન્‍સકાફને સુરક્ષિત કરવામાં પોલીસની કાર્યવાહીમાં ગેંગનો કોઈ સભ્‍ય માર્યો જશે, તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતારવામાં આવશે.

પોલીસ પ્રવકતા ગૈરી ડેસરોસિયર્સે રવિવારે મોડી રાત્રે થયેલા હુમલા થી પ્રભાવિત તમામ લોકો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરીને કહ્યું કે પોલીસ અપહરણ કરાયેલા લોકોને છોડાવવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ પ્રવકતાએ વધુમાં જણાવ્‍યું હતું કે અધિકારીઓ ખાનગી જાણકારી એકત્રીત કરી રહી છે. તેઓએ કહ્યું કે પોલીસને જાણ છે કે આ ગેંગ લીડર પોર્ટ ઓ પ્રિસના વિસ્‍તાર ટબરિ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યો છે જ્‍યાં અમેરીકી દૂતાવાસ આવેલ છે

(10:25 AM IST)