News of Saturday, 29th August 2026
શુદ્ધિકરણ એ અસ્પળશ્યતાનું બીજું નામ છેઃ રાહુલ ગાંધીએ ખડગેના શુદ્ધિકરણ વિવાદ પર ભાજપ-આરએસએસ પર પ્રહાર કર્યા
SC/ST એક્ટ હેઠળ FIRની કરી માંગ : દલિતો પરના અત્યાચાર, શાળાઓમાં ભેદભાવ અંગેના મુદ્દા ઉઠાવ્યા

નવી દિલ્હી, તા.૨૯: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભાજપ અને RSS પર સીધો પ્રહાર કરતા દેશમાં અસ્પળશ્યતા અને ભેદભાવ ચાલુ હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં હાલમાં બે વિરુદ્ધ વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છેラએક તરફ બંધારણનું રક્ષણ કરનારા છે અને બીજી તરફ ભાજપ-RSSની વિચારધારા છે. શાળાઓમાં દલિત બાળકો પાસે સફાઈ કરાવવાથી લઈને ગામડાઓમાં પાણીના કૂવા અને ચાની દુકાનોમાં કાગળ-પ્લાસ્ટિકના અલગ કપ આપવા જેવી ઘટનાઓ દેશની વરવી વાસ્તવિકતા દર્શાવે છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હલ્દવાની રેલી બાદ ભાજપના નેતાઓ દ્વારા કરાયેલા ‘શુદ્ધિકરણ'ના વિધિ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ કળત્યને બંધારણ અને SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ગંભીર ગુનો ગણાવ્યો હતો. રાજસ્થાનથી લઈને ઉત્તરાખંડ સુધી બનતી આવી ઘટનાઓ અસ્પળશ્યતાનું જ એક સ્વરૂપ હોવાનું કહીને તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે ઉત્તરાખંડમાં ખડગેના કાર્યક્રમ બાદ શુદ્ધિકરણ વિધિ કરનારાઓ સામે તાત્કાલિક FIR નોંધવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ભાજપના નવા સંગઠનાત્મક માળખા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાહુલે સ્પષ્ટ કર્યું હતું કે તેમને ભાજપના કોઈપણ ફેરબદલમાં કોઈ રસ નથી. તેમની લડાઈ વ્યક્તિઓ સામે નહીં પરંતુ બંધારણની રક્ષા અને વિચારધારા સામે છે, અને તે સતત ચાલુ રહેશે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
