News of Saturday, 29th August 2026
પરીક્ષા વિના સીધી સરકારી નોકરી: ભારતીય ટપાલ વિભાગમાં GDS ની ૨૩,૭૫૭ જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર!
૧૦મું ધોરણ પાસ યુવાનો માટે મોટી તક; મહારાષ્ટ્ર, યુપી અને તમિલનાડુ સહિત દેશભરમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકોની થશે સીધી પસંદગી

નવી દિલ્હી : કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપ્યા વિના સીધી સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે ભારતીય ટપાલ વિભાગે એક સુવર્ણ તક પૂરી પાડી છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટે વર્ષ ૨૦૨૬ માટે દેશભરમાં ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ના કુલ ૨૩,૭૫૭ ખાલી પદો માટે બમ્પર ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ (OTR) ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ખુલી જશે. જ્યારે ઉમેદવારો ૨ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી અને ફી જમા કરાવી શકશે. જો અરજી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય તો તેને સુધારવા માટે ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરના રોજ કરાકેશન વિન્ડો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્યવાર જગ્યાઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર સર્કલમાં સૌથી વધુ ૨,૨૯૭ ખાલી જગ્યાઓ છે. આ ઉપરાંત તમિલનાડુમાં ૨,૧૧૮, ઉત્તર પ્રદેશમાં ૧,૬૯૧, પશ્ચિમ બંગાળમાં ૧,૬૧૯ અને મધ્ય પ્રદેશમાં ૧,૪૫૦ પદો પર ભરતી કરવામાં આવશે.
પાત્રતા, વયમર્યાદા અને પગાર ધોરણ:
-
શૈક્ષણિક લાયકાત: કોઈપણ માન્ય બોર્ડમાંથી ૧૦મું ધોરણ (ગણિત અને અંગ્રેજી વિષય સાથે) પાસ. સ્થાનિક ભાષાનું જ્ઞાન, મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન અને સાયકલ ચલાવવાની આવડત જરૂરી.
-
વયમર્યાદા: ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ૧૮ થી ૪૦ વર્ષ (અનામત વર્ગો માટે નિયમાનુસાર છૂટછાટ).
-
અરજી ફી: સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે ₹૧૦૦. મહિલાઓ, SC અને ST ઉમેદવારો માટે ફોર્મ સંપૂર્ણપણે મફત.
-
પગાર ધોરણ: BPM પદ માટે ₹૧૨,૦૦૦ થી ₹૨૯,૩૮૦ અને ABPM/ડાક સેવક માટે ₹૧૦,૦૦૦ થી ₹૨૪,૪૭૦ પ્રતિ માસ (TRCA મુજબ).
આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી માત્ર ૧૦મા ધોરણના ગુણના આધારે કોમ્પ્યુટર જનરેટેડ મેરિટ લિસ્ટ તૈયાર કરીને કરવામાં આવશે. મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સામાન્ય મેડિકલ ટેસ્ટ બાદ સીધા નિમણૂક પત્રો એનાયત કરાશે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
