<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

INS નિપુણ ભારતીય નૌસેનામાં સામેલઃ સમુદ્રમાં વધશે દેશની તાકાત

હિન્‍દુસ્‍તાન શિપયાર્ડ દ્વારા નિર્મિત ૮,૫૦૦ ટનનું આ આધુનિક જહાજ ૩૦૦ મીટરની ઊંડાઈએ રેસ્‍કયૂ અને ડાઇવિંગ મિશન પાર પાડશે

 

 

મુંબઈ, તા.૩૧: ભારતીય નૌકાદળે મુંબઈના ઐતિહાસિક નેવલ ડોકયાર્ડ ખાતે પોતાની શક્‍તિમાં અભૂતપૂર્વ વધારો કરતા સ્‍વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ INS નિપુણને સત્તાવાર રીતે પોતાના કાફલામાં સામેલ કરી લીધું છે. નૌકાદળના વડા એડમિરલ કળષ્‍ણ સ્‍વામીનાથનની અગ્રણી ઉપસ્‍થિતિમાં યોજાયેલા ભવ્‍ય સમારોહ સાથે પヘમિી નૌકાદળ કમાન્‍ડની ક્ષમતાઓમાં મોટો ઈજાફો થયો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્‍થિત હિન્‍દુસ્‍તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ ૮,૫૦૦ ટનનું વિરાટ જહાજ પૂર્વીય કમાન્‍ડમાં પહેલાથી જ તૈનાત INS નિસ્‍તારનું સમકક્ષ છે. આ બંને જહાજોની જોડી હવે ભારતીય દરિયાઈ સીમાઓની સુરક્ષા અને ઊંડા સમુદ્રમાં કોઈપણ જટિલ મિશન પાર પાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આશરે રૂ.૨,૩૯૩ કરોડના ખર્ચે બનેલું INS નિપુણ ૭૫% થી વધુ સ્‍વદેશી સામગ્રીથી સજ્જ છે, જે મેક ઈન ઈન્‍ડિયા અને સબમરીન રેસ્‍કયુ ક્ષેત્રે ભારતની આત્‍મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ જહાજ ૩૦૦ મીટરની અતિશય ઊંડાઈ સુધી સંતળપ્તિ કરવાની અને સમુદ્રના તળિયે મુશ્‍કેલીમાં ફસાયેલી સબમરીનમાંથી નૌસૈનિકોને સુરક્ષિત બહાર કાઢવાની અદભુત ક્ષમતા ધરાવે છે. કમરતોડ મોજાંઓ અને વાવાઝોડા જેવી વિપરીત પરિસ્‍થિતિઓમાં પણ પોતાની જગ્‍યા પર સ્‍થિર રહી શકવાની ડાયનેમિક પોઝિશનિંગ સિસ્‍ટમ, ૧૫-ટન સબસી ક્રેન અને ૧,૦૦૦ મીટરની ઊંડાઈ સુધી કામ કરી શકતા રિમોટલી ઓપરેટેડ વ્‍હીકલ્‍સ આ જહાજને સાચા અર્થમાં સમુદ્રનો સિકંદર બનાવે છે.

 

(3:42 PM IST)