હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા વધુ ૩ વીઝા-કેટેગરીમાં સોશ્યલ મીડિયા સ્ક્રીનિંગ કરશે
ભારતીય અરજદારો માટે I વીઝા-કેટેગરી

વોશીંગ્ટન તા.૨૨: અમેરિકા પહેલી ઓક્ટોબરથી ૩ વધારાની વીઝા-કેટેગરી માટે ફરજિયાત સોશ્યલ મીડિયા સ્ક્રીનિગને આવરી લેશે. નવા સ્ક્રીનિગમાં I, TN અને TD વીઝા-અરજદારોનો સમાવેશ છે. વિદેશી મીડિયા પ્રતિનિધિઓ માટે I વીઝા હેઠળના અરજદારો, યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ (USMCA) પ્રોફેશનલો માટે TN વીઝા અને તેમના આશ્રિતો માટે TD વીઝા માટે ચકાસણી-પ્રક્રિયાના ભાગરૂપે તેમના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સને ઉપલબ્ધ કરાવવાની જરૂર પડશે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને આ વીઝા-અરજદારોના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ અને પોસ્ટની ઓનલાઇન સમીક્ષા કરવામાં આવશે.
I વીઝાનો ઉપયોગ વિદેશી મીડિયા પ્રતિનિધિઓ (જેમ કે પ્રેસ, રેડિયો, ફિલ્મ અને પ્રિન્ટ-ઉદ્યોગોમાં કામ કરતા લોકો) દ્વારા કરવામાં આવે છે, જેઓ તેમની મીડિયા-સંબંધિત કામગીરી માટે કામચલાઉ ધોરણે અમેરિકાની મુસાફરી કરી રહ્યા હોય. TN વીઝા એવા પાત્ર પ્રોફેશનલો માટે છે જેઓ કેનેડા અથવા મેક્સિકોના નાગરિક છે અને USMCA હેઠળ નિર્ધારિત કાર્ય માટે અમેરિકામાં કામચલાઉ પ્રવેશ મેળવવા માગે છે. TD વીઝા TN વીઝાધારકોના પાર્ટનર અને અપરિણીત સગીર બાળકો માટે છે.
ભારતીય અરજદારો માટે I વીઝા-કેટેગરી છે. પહેલી ઓક્ટોબરથી આ વીઝાના અરજદારોને તેમના તમામ સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સની પ્રાઇવસી સેટિગ્સને પબ્લિક અથવા ઓપન રાખવાની સૂચના આપવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગે એવું કહ્યું નથી કે આ નવા નિયમથી આ વીઝા માટેની મૂળભૂત પાત્રતાની શરતોમાં કોઈ ફેરફાર થાય છે. અરજદારો જે વીઝા-કેટેગરી માટે અરજી કરી રહ્યા હોય એની શરતોનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
