તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
ઘરેલુ હિંસા સામે મહિલાઓનું મૌન ગુનામાં સંમતિ નથીઃ સુપ્રીમ
ભય, શરમ અને સામાજિક મર્યાદાઓના કારણે મહિલાઓ ચૂપ રહે છે

નવી દિલ્હી તા.૨૬: ઘરેલુ હિસા અને પતિ-પત્નીના સંબંધો અંગે સ્પષ્ટતા કરતા એક સીમાચિホરૂપ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પતિ અથવા પરિવારના હાથે શારીરિક કે જાતીય હિસાનો ભોગ બનેલી મહિલા લાંબા સમય સુધી ચૂપ રહે અથવા સમયસર ફરિયાદ ન નોંધાવી શકે, તો તેના વર્તન પર શંકા કરી શકાય નહીં. ભારતીય સામાજિક સંદર્ભમાં આવી ચૂપકીદી કોઈ અપવાદ નથી, પરંતુ એક સામાન્ય બાબત (norm) છે.
જસ્ટિસ વિક્રમ નાથ, જાસ્ટિસ સંદીપ મહેતા અને જાસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે છ વર્ષની સાવકી પુત્રી પર બળાત્કાર અને તેની હત્યા કરનાર દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવતી વખતે આ ટિપ્પણી કરી હતી. દોષિતે દલીલ કરી હતી કે તેની પત્ની (પીડિતાની માતા) મહિનાઓ સુધી આ ગુના અંગે ચૂપ રહી હોવાથી તેની જુબાની ભરોસાપાત્ર નથી. કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા ટાંકીને જણાવ્યું કે, ભારતમાં ૧૮ થી ૪૯ વર્ષની લગભગ ૨૯.૩્રુ પરિણીત મહિલાઓ ઘરેલું હિસાનો ભોગ બને છે, જેમાંથી પોણા ભાગની મહિલાઓ ક્યારેય મદદ માંગતી નથી કે કોઈને જણાવતી નથી. ભય, શરમ અને સામાજિક મર્યાદાઓના કારણે મહિલાઓ ચૂપ રહે છે.
સુપ્રીમે કહ્યું કે, ગુનેગાર પોતે જ ભયનું વાતાવરણ ઊભું કરીને પીડિતાને ચૂપ રાખે છે અને બાદમાં કોર્ટમાં તે જ ચૂપકીદીનો ઉપયોગ મહિલાની વિશ્વસનીયતા પર હુમલો કરવા કરે છે. આ પ્રકારના કેસોમાં ગોપનીયતા, એકલતા અને ભયની પરિસ્થિતિઓ દ્વારા શોષણ કરનાર પોતાનું વર્ચસ્વ જમાવે છે અને પીડિતાને ચૂપ રાખે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
