<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

બેન્‍ક, રેલવે સહિત વિભાગો સામે ભ્રષ્ટાચારની ૭૦,૫૮૪ ફરિયાદો

સૌથી વધુ ફરિયાદો બેન્‍ક અને રેલવે સાથે સંબંધિત

નવી દિલ્‍હી તા.૩: સરકારી વિભાગો અને સંસ્‍થાઓ સામે વર્ષ ૨૦૨૫માં ભ્રષ્ટાચારની ૭૦,૦૦૦થી વધુ ફરિયાદો મળી હતી. તેમાં સૌથી વધુ ફરિયાદો બેન્‍ક અને રેલવે સાથે સંબંધિત હતી. કેન્‍દ્રીય સતર્કતા પંચ એટલે કે ઘ્‍સ્‍ઘ્‍ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ મુખ્‍ય સતર્કતા અધિકારીઓને કુલ ૭૦,૫૮૪ ફરિયાદો મળી હતી. તેમાંથી ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૫ સુધીમાં ૬૪,૯૦૫ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. વર્ષના અંતે ૫૬૭૯ ફરિયાદો પર કાર્યવાહી ચાલી રહી હતી.

મુખ્‍ય સતર્કતા અધિકારીઓ પાસેથી ફરિયાદોની તપાસ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમ છતાં, વર્ષ ૨૦૨૫ને અંતે ૨૦૦૨ ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્‍ડિંગ હતી.

વર્ષ ૨૦૨૫માં બેન્‍કો સાથે સંબંધિત ભ્રષ્ટાચારની સૌથી વધુ ૯૯૩૩ ફરિયાદો મળી હતી. તેમાંથી ૯૫૨૦ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો, જ્‍યારે ૪૧૩ ફરિયાદો વર્ષના અંત સુધી પેન્‍ડિંગ હતી. બેન્‍કો સામે પેન્‍ડિંગ ફરિયાદોમાં ૫૨ ફરિયાદો એવી હતી, જેમાં ત્રણ મહિનાથી વધુ સમયથી કાર્યવાહી ચાલી રહી હતી.

ભ્રષ્ટાચારની ફરિયાદોને મામલે રેલવે બીજા સ્‍થાને રહ્યું. રેલવે સંબંધિત કુલ ૯૩૮૧ ફરિયાદો મળી હતી. તેમાંથી ૮૭૫૪ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.

આવાસ અને શહેરી બાબતો સાથે સંબંધિત કુલ ૬૫૩૧ ફરિયાદો નોંધાઈ હતી. જ્‍યારે દિલ્‍હી સરકાર સિવાય વિવિધ સ્‍થાનિક સંસ્‍થાઓ સામે ૪૮૩૪ ફરિયાદો મળી હતી.

CVCના અહેવાલ મુજબ કોલસા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધિત ૪૧૧૮ ફરિયાદો મળી હતી. નાણાકીય ક્ષેત્ર સામે ૩૧૦૭ ફરિયાદો નોંધાઈ હતી. દિલ્‍હી સરકાર સાથે સંબંધિત ૨૮૦૪ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે સંબંધિત ૨૭૨૨ ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી.

વર્ષ ૨૦૨૫માં દિલ્‍હી પોલીસ સામે ભ્રષ્ટાચારની ૨૬૩૩ ફરિયાદો નોંધાઈ હતી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ ક્ષેત્ર સાથે સંબંધિત ૨૧૩૯ ફરિયાદો મળી હતી. દિલ્‍હી પોલીસને બાદ કરતાં ગૃહ મંત્રાલય સામે ૨૦૩૬ ફરિયાદો નોંધાઈ હતી.

વીમા કંપનીઓ સાથે સંબંધિત ૧૫૩૬ અને ટેલિકોમ ક્ષેત્ર સાથે સંબંધિત ૧,૪૬૯ ફરિયાદો નોંધાઈ હતી. સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત ફરિયાદોની સંખ્‍યા ૧૪૧૦ રહી હતી. ઉપભોક્‍તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સામે ૧૧૨૩ ફરિયાદો મળી હતી

(3:10 PM IST)