<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

૭,૨૫૦ લોકોના મોતઃ ૨૦૦ અબજ ડોલરના નુકસાન પછી સહમતિ

નવી દિલ્‍હી,તા.૧૬: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્‍ચે ૧૦૮ દિવસનું યુદ્ધ આખરે સમાપ્ત થયું છે. ૭,૨૫૦ લોકોના મોત, હજારો ઘાયલ, ૨૦૦ અબજ ડોલરના નુકસાન અને વૈશ્વિક અર્થતંત્ર અને ઉર્જા પુરવઠાને અસર કરતી કટોકટી પછી, અમેરિકા અને ઈરાન રવિવારે રાત્રે સમજૂતી કરાર (MoU) પર સંમત થયા. યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે દાવો કર્યો હતો કે તેમણે, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્‍સ અને ઈરાની સંસદના અધ્‍યક્ષ બાઘર ગાલિબાફે રવિવારે રાત્રે ડિજિટલી એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા હતા. બંને દેશો શુક્રવારે જીનીવામાં એક સમારોહમાં ઔપચારિક રીતે એમઓયુ પર હસ્‍તાક્ષર કરશે. સુપ્રીમ નેશનલ સિક્‍યુરિટી કાઉન્‍સિલ તરફથી લીલીઝંડી મળ્‍યા બાદ ઈરાન પણ એમઓયુ પર સંમત થયું હતું. કરાર હેઠળ, બંને પક્ષો અંતિમ કરાર પર પહોંચવા માટે વધુ ૬૦ દિવસ વાટાઘાટો કરશે.

 

(10:47 AM IST)