News of Saturday, 13th June 2026
કોર્ટમાં ઘરની માલિકીનો કેસ હારી જતાં ૮૨ વર્ષના વૃદ્ધ પિતાને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધા
ᅠᅠકળિયુગી દીકરાની ક્રૂરતાઃ મહારાષ્ટ્રમાં એક એવી ઘટના બની છે, જેના વિશે સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે

છત્રપતિ સંભાજીનગર,તા.૧૩: મહારાષ્ટ્રમાં એક એવી ઘટના બની છે, જેના વિશે સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે. એક કળિયુગી દીકરાની ક્રૂરતાએ એવી ઘટનાને અંજામ આપ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં એક દીકરાએ પોતાના ૮૨ વર્ષના વૃદ્ધ પિતાની નિર્મમતાથી હત્યા કરી દીધી. કારણ હતું લાલચ.
આ મામલો અહીંના છત્રપતિ સંભાજીનગરનો છે. મળતી માહિતી મુજબ, પ્રોપર્ટીની લાલચમાં આવીને દીકરાએ પિતાને જાહેર રસ્તા પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, ઘરનો કેસ હારી જવા પર દીકરાએ પોતાના વૃદ્ધ પિતાની હત્યા કરી હતી. મૃતક વૃદ્ધની ઓળખ ઝફર કમરૂદ્દીન સૈયદ પટેલ તરીકે થઈ છે. જ્યારે દીકરો અબ્દુલ રહેમાન વ્યવસાયે એક MR છે. પિતા અને દીકરા વચ્ચે પ્રોપર્ટીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, તે ઘરમાં અવારનવાર પરિવારના સભ્યો સાથે ગાળાગાળી, ઝઘડો અને મારપીટ કરતો હતો.
દીકરાના રોજ-રોજના ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને વૃદ્ધ ઝફર પટેલ પુણેમાં પોતાની દીકરીના ઘરે રહેવા જતા રહ્યા હતા. આ પછી તેમણે દીકરાને પોતાના ઘરમાંથી કાઢવા અને ઘર પર ફરીથી પોતાનો માલિકી હક મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આશરે બે વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ આખરે અદાલતે વૃદ્ધ પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો અને દીકરાને ઘર ખાલી કરવાનો આદેશ આપી દીધો હતો.
જાહેર રસ્તા વચ્ચે ચપ્પુથી કર્યો હુમલો- કોર્ટમાંથી પોતાની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ ઝફર પટેલ દીકરી સાથે રિક્ષામાં બેસીને કોર્ટનો 'ઇવેક્શન ઓર્ડર' લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેસ હારી જવાની ખબર મળતા જ દીકરો અબ્દુલ રહેમાન ઉશ્કેરાઈ ગયો હતો. તેણે રિક્ષાને જબરદસ્તી રોકાવી અને પિતા પર ધારદાર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. વૃદ્ધ ઝફર પટેલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે આ હુમલામાં તેમની દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પોલીસે આરોપી દીકરા અબ્દુલ રહેમાનની ધરપકડ કરી લીધી છે
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
