<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ઉચ્‍ચ શિક્ષણ સંસ્‍થાના ૯ ટકા વિદ્યાર્થીને આત્‍મહત્‍યાના વિચારો આવે છે

સુપ્રીમની ટાસ્‍ક ફોર્સ દ્વારા ૨.૪૩ લાખ વિદ્યાર્થીઓ પર સરવે : છ મહિનામાં ૧૫ ટકા વિદ્યાર્થીઓ અત્‍યંત તણાવપૂર્ણ સ્‍થિતિમાંથી પસાર થયા, ૩૪ ટકાને બહારની વ્‍યક્‍તિ હોવાનો અહેસાસ થયો

નવી દિલ્‍હી, તા.૩૦: ઉચ્‍ચ શિક્ષણ, સારા ભવિષ્‍યના સપનાઓ, માતા પિતાની ઇચ્‍છાઓ પુરી કરવાની સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓમાં સ્‍ટ્રેસ વધતો જાય છે. ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં આશરે ૯ ટકા વિદ્યાર્થીઓને આ સ્‍ટ્રેસને કારણે આત્‍મહત્‍યાના વિચાર આવી રહ્યા છે, આ માહિતી સુપ્રીમ કોર્ટની પેનલ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં સામે આવી હતી. પેનલ હાલ દેશભરમાં વિદ્યાર્થીઓની આત્‍મહત્‍યાના મામલાઓની ચકાસણી કરી રહી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલ ટાસ્‍ક ટ્ટ ફોર્સ દ્વારા દેશભરમાં આશરે ૨.૪૩ લાખ વિદ્યાર્થીઓ પર સરવે કરવામાં આવ્‍યો હતો, જેમાંથી આશરે ૧૫ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે છેલ્‍લા છ મહિનામાં તેઓ અત્‍યંત તણાવપૂર્ણ વાતાવરણમાંથી પસાર થયા છે. નવ ટકા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને એક વર્ષના સમયગાળા દરમિયાન આત્‍મહત્‍યાના વિચાર આવ્‍યા છે. સરવેમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે ૩૪ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે તેઓ શૈક્ષણિક સંસ્‍થાના કેમ્‍પસમાં રહેતી વખતે તેમને બહારની વ્‍યક્‍તિ હોય તેવો અહેસાસ પણ થાય છે. જે પણ લોકો સરવેમાં સામેલ કરાયા તેમાં ૬૭ ટકા લોકો એસસી, એસટી અને ઓબીસી સાથે જોડાયેલા છે.

શૈક્ષણિક સંસ્‍થાઓમાં સામાજિક ભેદભાવ, જાતિગત અપમાન, લિગ આધારિત ભેદભાવો, અન્‍ય કારણોસર ઉત્‍પિડન વગેરેનો ટાસ્‍ક ફોર્સની અંતિમ રિપોર્ટમાં ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. ૩૨ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેમની શૈક્ષણિક સંસ્‍થામાં કાઉન્‍સિલિગનો અભાવ છે.

વાંચન, નોકરી, કારકિર્દી વગેરેને લઈને વિદ્યાર્થીઓમાં ચિતા વધુ જોવા મળી હતી. છેલ્‍લા એક દસકામાં ભારતમાં વિદ્યાર્થીઓની આત્‍મહત્‍યાનું પ્રમાણ ૬૫ ટકા વધ્‍યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્‍યુરોના ડેટા મુજબ વર્ષ ૨૦૧૩થી ૨૦૨૩ દરમિયાન વિદ્યાર્થીઓની આત્‍મહત્‍યામાં ૬૫ ટકાનો વધારો થયો છે. જ્‍યારે આઈઆઈટી જેવી ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં પણ આ પ્રમાણ વધી રહ્યું છે.

છેલ્‍લા ૧૧ વર્ષમાં ૧૨૦ વિદ્યાર્થીઓએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. અગાઉના દસકામાં આ આંકડો ૫૧નો હતો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે એક પેનલની રચના કરી છે. જેના સરવેમાં સામે આવ્‍યું છે કે ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓના ૯ ટકા વિદ્યાર્થીઓને આત્‍મહત્‍યાના વિચાર આવે છે.

(10:17 AM IST)