<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

અમેરિકામાં H-1B વિઝાધારકોને ઝટકો: વર્ક પરમિટના 540 દિવસના ઓટોમેટિક એક્સટેન્શનનો નિયમ ખતમ

નવા ફેરફારથી રિન્યૂઅલ માટે અરજી કરનારા વિદેશી કર્મચારીઓ અને H-1B વિઝાધારકોના જીવનસાથીઓની રોજગાર સંબંધિત સ્થિતિ પર અસર પડી શકે

અમેરિકામાં H-1B વિઝાધારકો અને તેમના જીવનસાથીઓ સહિત વર્ક ઑથોરાઇઝેશન ધરાવતા વિદેશી નાગરિકો માટે મહત્વપૂર્ણ ફેરફારના અહેવાલ સામે આવ્યા છે. ટ્રમ્પ સરકારના નવા નિયમ હેઠળ વર્ક ઑથોરાઇઝેશનના રિન્યૂઅલ માટે અરજી કર્યા બાદ મળતી 540 દિવસની ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા સમાપ્ત કરવામાં આવી હોવાનો દાવો છે. અગાઉ, પાત્ર અરજદારોની વર્ક પરમિટ રિન્યૂઅલ અરજી પેન્ડિંગ હોય ત્યારે ચોક્કસ શરતો હેઠળ તેમને કામ કરવાની મંજૂરીનો સમયગાળો આપમેળે લંબાઈ શકતો હતો. નવા ફેરફારથી રિન્યૂઅલ માટે અરજી કરનારા વિદેશી કર્મચારીઓ અને H-1B વિઝાધારકોના જીવનસાથીઓની રોજગાર સંબંધિત સ્થિતિ પર અસર પડી શકે છે.

(11:31 AM IST)