તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 17th October 2026
દિલ્હીથી મુંબઈ જઈ રહેલી બસ અચાનક કાબુ ગુમાવી ખાઈમાં પડી ગઈઃ ૮ લોકોના મોત

કોટા તા.૧૭: રાજસ્થાનના કોટામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો માર્ગ અકસ્માત થયો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયાના અહેવાલ છે.
જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયાએ અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. બસ ભોપાલથી ૨૧ મુસાફરોને લઈ જઈ રહી હતી, જેમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. તેઓ ભોપાલથી ખાટુશ્યામજીના દર્શન કરવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન, ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયા અને કોટા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ હરેન્દ્ર મહાવરે ઘાયલોની સ્થિતિ જાણવા માટે MBS હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
